તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News What Is The Visa For Visarajakumar39s Cancellation No Ear Pain Treatment Is Going On 074140

વ્રજરાજકુમારના િવઝા રદ થયા છે? ના, કાનના દર્દની સારવાર ચાલે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 થી વધુ દેશોમાં કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) સાથે સંકળાયેલા બે પદાધીકારીઓ સામે અમેરિકાની એફબીઆઈની તપાસ હોવાના કારણે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના વિઝા રદ થયા હોવાનો રદિયો ખુદ વ્રજરાજકુમારજીએ આપ્યો છે. બે દિવસથી આ પ્રકારના મેસેજ ફરી રહ્યા હોવાથી આજે તેમને એક નિવેદનમાં કહ્યું હતું કે, વીવાયઓ પર એફબીઆઈની કોઈ તપાસ નથી અને તે ઉપજાવી કાઢેલી વાતો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, સાત દિવસથી તેઓ કાનના દર્દથી પીડાઈ રહ્યાં હોવાથી 8 દિવસ દરમિયાન તેમના તમામ કાર્યક્રમો રદ થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વીવાયઓ યુએસએના ચેરમેન પરિમલ મહેતા અને બિરેન શેઠે સંસ્થામાંથી રાજીનામું આપી દિધું છે.જ્યારે સંસ્થાને બંને વ્યક્તિઓ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું વીવાયઓના સુત્રોએ જણાવ્યું છે.

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન યુએસએના ચેરમેન પરિમલ મહેતા પર ડેટ્અરોઈટ શહેરના ટેકનોલોજી વિભાગના પૂર્વ અધિકારીને લાંચ આપવાનો તેમજ ટ્રસ્ટી બિરેન શેઠ વિરૂધ્ધ છેતરપીંડી મામલે ફોજદારીનો કેસ ચાલી રહ્યો છે. આ બંને કેસ પર અમેરિકાની એફબીઆઈ તપાસ કરી રહી છે.ત્યારે અમેરિકાના બોસ્ટન શહેરના મંદિરના ટ્રસ્ટી કિરીટ માલવિયાનો પુત્ર જય પણ એફબીઆઈના સકંજમાં આવ્યો હોવાની અટકળો સોશીયલ મીડીયામાં વહેતી થઈ છે. ત

અા અંગે વ્રજરાજકુમારજીએ 15 એપ્રીલના રોજ જાહેર ખુલાસો કરતા જણાવ્યું કે, વીવાયઓ યુએસએ પર એફબીઆઈનો કોઈ પણ પ્રકારનો સીકંજો કે ઈન્કવાયરી નથી. આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે જેમાં વૈષ્ણવોએ ધ્યાન ન આપવું. જ્યારે વીવાયઓ સંસ્થા સાથે આ તમામ વિષયને કોઈ લેવા દેવા નથી. વીવાયઓ યુએસએ પરિવારના સર્વે પદાધીકારીઓને અપીલ કરે છે કે,આવા નકારાત્મક મેસેજ પર ધ્યાન ન અાપે. ધર્મજાગૃતિ માટે 20 જૂનથી વ્રજરાજકુમારજી મહોદય યુએસએ, કેનેડા અને યુકે ત્રણ દેશની યાત્રા કરશે.

અન્ય સમાચારો પણ છે...