તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News What Did Jafar Ali Do With A 5 Day Stay In Jambusar Inquiries Of The Four Persons Contacted 075616

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસરમાં 5 દિવસના રોકાણ વેળા જાફરઅલીએ શું કર્યું ? સંપર્કમાં આવેલા ચાર શખ્સોની પૂછપરછ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાના ગોરવા ખાતેથી ઝડપાયેલા આઇએસઆઇએસ મોડ્યુઅલના વોન્ટેડ આરોપી ઝફર ઉર્ફે જાફર અલી મહોંમદ હલીકનું જંબુસર સાથે કનેક્શન હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે જંબુસરમાંથી બે સગા ભાઇઓ સહિત 4 શખ્સોને સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ અર્થે ઉઠાવી ગયાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે ચારેય શકમંદોના પરિવારો પણ વડોદરા ખાતે પહોંચી ગયાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

વડોદરાના ગોરવા વિસ્તાર ખાતેથી કટ્ટર મુસ્લીમ પંથી વિચારધારા ધરાવતાં અને આઇએસઆઇએસની વિચારધારાથી પ્રભાવિત તમિલનાડુના વોન્ટેડ કુલ 6 આરોપીઓ પૈકી જાફરઅલી મહોંમદ હલીક નામના આતંકીને એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. ત્યારે તેના ગુજરાતમાં ક્યાં ક્યાં અને કોની કોની સાથે સંપર્કમાં હતો. તે અંગે એટીએસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જેમાં જાફર ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ચાર શખ્સો સાથે સંપર્ક હોવાની પ્રાથમિક વિગતોને આધારે સુરક્ષા એજન્સીઓએ જંબુસરના બે સગા ભાઇઓ તેમજ અન્ય બે શખ્સો મળી કુલ 4 વ્યક્તિઓને પુછપરછ અર્થે લઇ ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

બેંગ્લોર ખાતે ઇજતેમામાં જાફર સાથે તેમનો સંપર્ક થયો હોવાની તેમજ જંબુસરમાં કુલ 5 દિવસ માટે જાફર રોકાયો હોવાની વાતો હાલમાં પંથકમાં વહેતી થઇ છે. જોકે હજી સુધી જંબુસરના ચારેય શખ્સોની કોઇ સીધી સંડોવણી હોવા અંગેની કોઇ પૂર્તતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો