તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News What Are The Conflicts Of Board Students Examinations And Teachers 033600

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડના છાત્રોની મુંઝવણ, પરીક્ષાખંડ અને શિક્ષકો કેવા હશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોર્ડ પરીક્ષાઓને ગણત્રરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને હાઉ દૂર કરવા માટે વડોદરા ડીસ્ટ્રીકટ કેરીયર ગાઇડન્સ એસોસીએશને હેલ્પ લાઇનની શરૂઆત કરી છે. પોતાની સ્કૂલમાં જ અત્યાર સુધી પરીક્ષા આપનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પ્રથમ અનુભવ છે ત્યારે તેમના દ્વારા જે સ્કૂલમાં પરીક્ષા હશે ત્યાંના વર્ગખંડ,બેન્ચીસ કેવા હશે તેવા પ્રશ્ન પણ ઉભા થયા છે.

બોર્ડ પરીક્ષાઓ મત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિ પંરતુ વાલીઓ માટે પણ અગ્નિ પરીક્ષા બની રહેતી હોય છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ના રહે અને કોઇ પણ પ્રકારની મૂંઝવણ હોય તે દૂર કરી શકાય તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેક વિધ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. કાઉન્સીલર પરેશ શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વાંચવાનું યાદ નથી રહેતું ભૂલી જવાય છે તે પ્રશ્ન અધિક પૂછી રહ્યા છે જેમને અમે રીડીંગ હેબીટ વધારવા માટેની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ હોશીયાર છે તેમને ખાસ પોતાનું સ્થાન જાળવી રાખવા માટેનું પ્રેશર હોય છે જેમાં પણ અમે તેમને કોઇ પણ ચિંતા વગર પરીક્ષા આપવા માટે સમજાવી રહ્યા છે. અન્ય એક કાઉન્સીલર બી.એફ.રાઠોડે જણાવ્યું હતું કે ઘણાં વિદ્યાર્થીઓ ઓછી મેહનતે વધુ માર્કસ મેળવી શકાય તે માટે શોર્ટકટ બતાવો તેવા પ્રશ્ન પણ પૂછે છે જેના જવાબમાં અમે વિદ્યાર્થીઓને કહીઅે છે કે એવા કોઇ રસ્તા હોતા નથી. શાંતિ પૂર્વક મન લગાવીને વાંચન કરવાથી સફળતા જરૂર મળશે.

પરીક્ષાને એક તહેવાર તરીકે ઉજવો
શિક્ષણવિદોએ બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓમાં ના આવે તે માટે વાલીઓને પણ સૂચનો કર્યા છે, મુક્તપણે પરીક્ષા આપે તેવું વાતાવરણ આપવું જોઇએ.

જેમાં પરીક્ષા એક પર્વ છે તેને ઘરમાં તહેવારની જેમ ઉજવાનો પ્રયાસ કરવો જોઇએ.

બાળકો મુક્તપણે પરીક્ષા આપે તેની તૈયારી કરવા માટેનું વાતાવરણ આપવું જોઇએ.

પેપર પૂરું થયા પછી તેમાં કેટલા માર્કસ આવશે ωકેવું ગયું ωકેમ આવું ગયું ω જો હું કહેતો હતો ને ω આવા પ્રશ્નો ટાળજો.

પરીક્ષાના દિવસો દરમિયાન બાળકને મનપસંદ હોય તેવી વાનગી ખવડાવો તેને અનુકુળ હોય તેમ રહેવા દો.

પરીક્ષા દરમિયાન ઘરમાં ભારે શોકગ્રસ્ત વાતાવરણ ના ઉભું થાય તેનો ખ્યાલ રાખો.

પરીક્ષાનો બીક હાઉ દૂર કરવા આ સમય દરમિયાન બાળકોને અનહદ પ્રેમ આપો.

આ જીવનની પરીક્ષા નથી,આ તો માત્ર તમે વર્ષ દરમિયાન જે ભણ્યા તેનું સાદું મૂલ્યાંકન છે તેવું રહી બાળકને વિશ્વાસ અપાવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો