તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Water Is Not Available For 24 Hours But The Pipe For Two Years To Rs30 Lakh Has Been Raining In The Rainy Season 073110

24 કલાક પાણી ન મળ્યું પણ બે વર્ષથી રૂ.30 લાખની પાઇપો તાપ-વરસાદમાં સડી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં નાગરિકોને ટાંકીઓમાંથી 24 કલાક પાણી પૂરું પાડવાનો અને વોટરમીટર ફીટ કરવાનો પ્રોજેક્ટ 2013માં મૂકાયા બાદ તેની કામગીરી 2016-17માં શરૂ થઇ હતી. આજવા ટાંકી સહિતના વિસ્તારોમાં 30 હજાર લોકોને આ સુવિધા આપવાનો આ પ્રોજેક્ટ હતો. લોકોને ન તો રાઉન્ડ ધ ક્લોક પાણી મળ્યું કે ન વોટરમીટર ફીટ કરાયા પણ આ પ્રોજેક્ટ માટેની રૂ.30 લાખની એમડીપીઇ (મિડિયમ ડેન્સિટી પોલિ ઇથિલિન) પાઇપો છેલ્લા બે વર્ષથી નાલંદા પાણીની ટાંકીના પરિસરમાં ધોમધખતા તાપ અને ભારે વરસાદમાં ખુલ્લી જ મૂકાય છે, જેના લીધે હવે તે સડી રહી છે, જ્યારે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મીટરો ધૂળ ખાઇ રહ્યાં છે.

આ વિશે પાલિકાના પાણીપુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ચૌહાણ કહે છે છે કે, ‘આ પ્રોજેક્ટમાં વિજિલન્સ તપાસ થવાને લીધે કામગીરી ઠપ હતી. હવે તેની ફાઇલો ક્લિયર થઇ છે. જોકે હજી પણ 14 હજાર કનેકશનની કામગીરી બાકી છે.’ નાલંદા પાણીની ટાંકીની પાઇપ્સ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘આ પાઇપો 20 હજાર કનેકશનને ધ્યાનમાં રાખીને મૂકાયેલી છે. એક કનેકશનમાં અંદાજે 6થી 10 મીટર પાઇપની જરૂર પડતી હોય છે.’ બે-બે વર્ષથી તડકો-વરસાદ અને શિયાળાની ઠંડીનો માર વેઠી ચૂકેલી આ પાઇપોમાંથી કેટલીકમાં તિરાડો પડી ગઇ છે તો કેટલીક સડવાની શરૂ થઇ ગઇ છે. પાઇપ્સના વેપાર સાથે સંકળાયેલા એક વેપારીના જણાવ્યા મુજબ આ પાઇપો ઓપન માર્કેટમાં મળતી નથી. આ પાઇપો 25થી 32 એમએમની છે અને તેની અંદાજિત કિંમત એક મીટરના 50 રૂપિયાની આસપાસની છે.’

વોટરમીટર પ્રોજેક્ટ
બીજા ટાંકી વિસ્તારમાં વોટરમીટર ફીટ કરાયા છે
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ આજવા ટાંકી વિસ્તારમાં કનેકશનો આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કપૂરાઇ, સયાજીપુરા અને છાણી સહિતના ચાર ટાંકી વિસ્તારમાં પણ વોટરમીટર ફીટ કરાયા છે. હાલમાં આ મીટર નોંધણી કરે છે પણ તેના બિલ અપાતા નથી. કારણ કે આ ટેસ્ટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. એટલે કે હાલમાં કોર્પોરેશન દ્વારા નાગરિકો અને તેમનો વિસ્તાર કેટલા પાણીનો વપરાશ કરે છે તેની નોંધ રાખે છે પછી મીટર મૂકીને દર નક્કી કરાશે.

Rs.20
કરોડનો મૂળ પ્રોજેક્ટ 24 કલાક પાણી અને વોટર મીટર ફીટ કરવાનો હતો.

30
હજાર વોટરમીટર કનેકશન સાથે ફીટ આજવા ટાંકી વિસ્તારમાં કરવાના હતા

નાલંદા પાણીની ટાંકીના પરિસરમાં આ રીતે 100 મીટર પાઇપોને ગોડાઉનમાં મૂકવાની જગ્યાએ ખુલ્લી મૂકાઇ છે

વોટરમીટરમાં કૌભાંડ થયું હોવાની માગણી બાદ વિજિલન્સ તપાસ થઇ હતી
કોર્પોરેટર અનિલ પરમારે જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર સામે મુંબઇમાં એફઆઇઆર થઇ હોવાનું જાણમાં હોવા છતાં કોન્ટ્રાક્ટ અપાતા વિરોધ થયો હતો. પણ કમિશનરો આવતાં ગયા અને ઓક્ટોબર-2015માં વિજિલન્સ તપાસ ચાલતી રહી. કમિશનરને આ વિજિલન્સ તપાસની ફાઇલનું પૂછતાં તેઓએ જવાબ આપવાનું ટાળીને માત્ર હસવા માંડ્યા હતા. વોટરમીટરની પાઇપોને ગોડાઉનોમાં મૂકવાની તસ્દી પણ લેવાઇ નથી.’

નાલંદા પાણીના સંપમાં વાલ્વના પણ ધાંધિયા, પાણી રેલાય છે
નાલંદા પાણીની ટાંકીના સંપના વાલ્વ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બગડી ગયા છે, જેને કારણે પાણી સંપ લિકેજ થાય છે એ રીતે પાણી સંપની આસપાસની સોસાયટીઓમાં રેલાઇ રહ્યું છે. રજૂઆત કરવા જતાં વાલ્વ રિપેર થઇ જશે તેવા ઠાલા આશ્વાસન જ ટાંકીના અધિકારીઓ આપે છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

14
હજાર જેટલા વોટર મીટર લાગ્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓ તળે રેલો આવ્યો હોવાથી ગોળ ગોળ જવાબો આપે છે
કથિત વોટરમીટર કૌભાંડમાં વિજિલન્સ તપાસ બાદ તેના વિશે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને પૂછતાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં કેટલાકે આ ખાતામાં આ મેટર પહેલા આવ્યાં હોવાથી ગોળ ગોળ જવાબો આપ્યાં હતા અને કેટલાકે વધુ કંઇ જાણતા ન હોવાનું જણાવિને હાથ અધ્ધર કરી દીધા હતા.

કરોડનું ટેન્ડર કોર્પોરેશન દ્વારા જુલાઇ-2013માં મંજૂર કરાયું હતું.

Rs.29.34
અન્ય સમાચારો પણ છે...