તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Water Filled Smells For Two Days In The Girls39 Hostel Bathroom 041056

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં બે દિવસ સુધી પાણી ભરાતાં દુર્ગંધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ. સ. યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા કેટલાય દિવસોથી ડ્રેનેજ લાઇન જામ થવાને કારણે વિદ્યાર્થિનીઓ બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બની છે. તંત્રના ધ્યાને પાણીનાે નિકાલ ન થવાની સમસ્યા સામે આવતાં કેટલાક રૂમોમાં તાળું મારીને કામ કર્યાનો દેખાડો કરવામાં અાવ્યો હોવાના આક્ષેપ વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

એમ.એસ.યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ છેલ્લા કેટલાય દિવસથી બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બની છે. જેનું કારણ હોસ્ટેલની ડ્રેનેજ લાઇનમાં પાણીનાે નિકાલ થતો નથી. 2 દિવસ સુધી ગંદું પાણી બાથરૂમમાં પડ્યું રહે છે અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી છે.જેને કારણે વિદ્યાર્થિનીઓમાં બીમારીનો ભય રહેલો છે.ગટર લાઇનમાં સમસ્યા હોવાની વાત તંત્રના ધ્યાને આવતાં માત્ર એક બાથરૂમને તાળું મારી દેવામાં આવ્યું છે.આમ, સમસ્યાના સમાધાન માટે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વાતની જાણ વિદ્યાર્થિનીઓના પરિવારજનોને થતાં તેઓ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો