તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોત્રીમાં લાઇન તૂટતાં 10 હજાર લીટર પાણી વેડફાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગોત્રી રોડ પરથી પસાર થતી પાણીની મુખ્ય નળિકામાં ભંગાણ પડતાં 10 હજાર લિટર પાણીનો વેડફાટ થયો હતો અને ભરશિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો.

ગોત્રી પાણીની ટાંકીમાંથી નીકળીને ડીલીવરી લાઇન સાથે જોડાણ ધરાવતી પાણીની નળિકામાં શનિવારે સવારે લીકેજ થયું હતું અને તેમાંથી ધીરે ધીરે પાણી રસ્તા પર રેલાયું હતું. શનિવારે સવારે પાણી વિતરણના સમયે જ પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભારે આશ્રર્ય ફેલાયુુ હતુ. આ વિસ્તારમાં સતત દસમી વખત લીકેજ થયું હોવાનો દાવો સ્થાનિક રહીશો કરી રહ્યા છે.કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે જણાવ્યું હતું કે,લાઇન જૂની હોવાથી તેમાં લીકેજ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...