તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Warrants Will Be Issued To Collect Rs 1 Lakh From Satya Developers 075120

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યા ડેવલપર્સ પાસેથી 10 લાખ વસૂલવા વોરંટ કઢાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સત્યા ડેવલપર્સના સ્ટાર રેસિડેન્સી પ્રોજેક્ટમાં મકાન ખરીદનાર રજની કેશવાનીની ફરિયાદ બાદ રૂ. 16 લાખ ચૂકવવા રેરા ઓથોરિટી દ્વારા હુકમ કરવામાં અાવ્યો હતો. રેરાના ચુકાદા પ્રમાણે વળતર ન અપાતાં અાખરે સત્યા ડેવલપર્સની મિલકતમાંથી રૂ. 10.84 લાખ વસૂલ કરવા માટે વોરંટ કાઢવાનો હુકમ અાપવામાં અાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજ રેરા ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં રિયાલિટી ક્ષેત્રના નિયમન પર દેખરેખ રાખવામાં અાવી રહી છે. સ્ટાર રેસિડેન્સીમાં મકાન બુક કરાવ્યા બાદ સમસ્યા સર્જાતાં રજની કેશવાની દ્વારા રેરા ઓથોરિટીમાં ફરિયાદ કરવામાં અાવી હતી. રેરા ઓથોરિટીઅે ડેવલપરને રજની કેશવાનીને પૈસા પરત કરવા જણાવ્યું હતું. ડેવલપરે રેરાના જજમેન્ટનું પાલન ન કર્યું હોવાનું સામે અાવતાં ફરિયાદીએ ઓથોરિટીને જાણ કરી હતી.

અાખરે 3 જાન્યુ.ના રોજ ઓથોરિટીઅે સત્યા ડેવલપર્સની મિલકતમાંથી 10.84 લાખની વસૂલાત મામલે વસૂલાતી વોરંટ કાઢવા જણાવ્યું હતું. જો ડેવલપર રોકડ ન ચૂકવે તો તેટલી જંગમ મિલકત જપ્ત કરી વેચી અથવા વેચાવી રૂ. 10.84 લાખ વસૂલ કરવા અને ઓથોરિટીમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો