તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Voting Awareness Rally In The Presence Of Assembly Speaker For The First Time 074627

પ્રથમ વખત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં મતદાન જાગૃતિ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસદીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ અને નવચેતના ફોરમ દ્વારા બિનરાજકિય મતદાન જાગૃતિ રેલીનું તા.14ના રોજ આયોજન કરાયુ છે. માંડવી ગેટથી કલેકટર કચેરી સુધી નીકળનારી આ રેલીમાં 200થી વધુ સંગઠનો જોડાનાર છે.

મતદાનનો અધિકાર બંધારણ દ્વારા સૌને આપવામાં આવ્યો છે પરંતુ મતદાન કરવુ ફરજિયાત નથી અને તેના કારણે 100 ટકા મતદાન કયારેય થયુ નથી. જોકે, મહત્તમ મતદાન થાય તે માટે 100 ટકા પ્રયાસો કરવા એ આપણા સૌનુ કર્તવ્ય છે તેવી લાગણી વ્યકત કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે,વડોદરામાં મહત્તમ મતદાન થાય અને ઉચ્ચ મતદાનનો વિક્રમ રચાય તે માટે મદદરૂપ બનવાનુ અમારુ લક્ષ્ય છે. આ રેલી માટે ચૂંટણી પંચને પરવાનગી આપવા માટે અરજી પણ કરવામાં આવી હતી અને પંચે તેને મંજુરી આપી છે. દેશમાં કોઇ ગૃહના અધ્યક્ષે આવો પ્રયાસ કર્યો નથી અને આ દેશમાં પ્રથમ વખત આવો પ્રયાસ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, રાજકિય જોડાણથી મુક્ત રહીને આ રેલીમાં કોઇપણ જોડાઇ શકે છે અને કોઇપણ રીતે કોઇ રાજકિય રંગથી આ રેલી મુક્ત રહે તેની તમામ કાળજી લેવામાં આવી રહી છે.તા.14ના રોજ સવારે 9 વાગે માંડવી ગેટથી રેલી નીકળશે અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રથમ કર્મભૂમિ સમાન કલેકટર કચેરી ખાતે તેનુ સમાપન થશે.

કિન્નર સમુદાયના સદસ્યો સોળે શણગાર સજીને જોડાશે
આ રેલીમાં કિન્નર સમુદાયના સદસ્યો સોળે શણગાર સજીને જોડાશે તો નામાંકિત કલાકારો-નૃત્યકારો પરંપરાંગત વેશભૂષામાં જોડાશે તેવી માહિતી રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 100થી વધુ તબીબો સ્ટેથોસ્કોપ ધારણ કરીને, વકીલો તેમની ઓળખ સમી કાયદાના પ્રતિકવાળી ટાઇ પહેરીને, 200 અંબરિષ યોગીઓ સહિત ધાર્મિક સંસ્થાના અનુયાયીઓ, સમાજના આગેવાનો આ રેલીમાં સ્વપ્રેરણાથી જોડાશે.

મહિલા મતદારોની જાગૃતિ માટે સંતરામ મંદિર ખાતે સહી ઝુંબેશ હાથ ધરાઇ
અાગામી લોકસભા ચૂંટણીમાં લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે થઇને સયાજી હોસ્પિટલની સામે અાવેલ સંતરામ મંદિર ખાતેથી મહિલાઅો દ્વારા મતદાન જાગૃતિ માટે સહી ઝૂંબેશ કર્યા બાદ પ્લેકાર્ડ સાથે રેલી કાઢવામાં અાવી હતી. સહી ઝુંબેશમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ સહી કરી મતદાન અચૂક કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...