તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદારોએ પીવાના સ્વચ્છ પાણી અને પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી અગાઉ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા રાજ્યની 26 લોકસભા સીટો પર મત આપનાર 13 હજારથી વધુ લોકો પર એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 42% મતદારોએ રોજગારીની તકો, 37% એ પીવાના સ્વચ્છ પાણીને અને 30%થી વધુ મતદારોએ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપી હતી.

આ સરવે સપ્ટેમ્બર 2018થી ડિસેમ્બર 2018 સુધીમાં કરવામાં આવ્યો હતો. જેમાં 18 વર્ષથી ઉપરના શહેરી, ગ્રામીણ, જુદા જુદા ધર્મ, જ્ઞાતિ, લિંગ, આવકજૂથને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. આ સરવેમાં મતદારોને સ્પર્શતા 31 જેટલા પ્રશ્નો રાખવામાં આવ્યા હતા. જેનાથી કોઈ ચોક્કસ વહીવટી મુદ્દાઓ પ્રત્યે મતદારોની પ્રાથમિકતા જાણવાનું, તે મુદ્દાઓના સંદર્ભમાં સરકારના કામની મૂલ્યતા ચકાસવી અને મતદાનને અસર કરતાં પરિબળો જાણવાનો મુખ્ય ધ્યેય હતો. જેમાંથી સૌથી વધુ કહી શકાય એવા મુદ્દાઓમાં 42.68% મતદારોએ રોજગારીની તકોને પોતાની પ્રાથમિકતા દર્શાવી હતી. જ્યારે 37.12 % મતદારોએ પીવાના સ્વચ્છ પાણીને અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓને પ્રાધાન્ય આપનાર મતદારો 30.23% નોંધાયા હતા.

46%
ખેતી માટે પાણીની ઉપલબ્ધતા

49%
ટ્રાફિકની સમસ્યા

45%
ખેતી માટે ધિરાણની વ્યવસ્થા

47%
ધ્વનિ પ્રદૂષણ

44%
બિયારણ અને ખાતર પર સબસિડી

45%
રોજગારીની તકો

અન્ય સમાચારો પણ છે...