તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Vmc There Is No Provision In The Bpmc Act We Can Suggest The Traffic Department 041159

VMC : BPMC એક્ટમાં જોગવાઇ નથી, અમે તો સૂચન કરી શકીએ : ટ્રાફિક વિભાગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરભરના ઝીબ્રા અને પેડેસ્ટ્રીયન ક્રોસિંગ નજીક રસ્તાઓ પર ડિવાઇડર બન્યા બાદ પણ ઝીબ્રા ક્રોસિંગ કે પેડેસ્ટ્રીયન ક્રોસિંગ્સ પરના સફેદ પટ્ટાના સ્થળો બદલાયા નથી. જેને લીધે જો કોઇને રસ્તો ક્રોસ કરવો હોય તો સીધા ડીવાઇડર પર કે તેના પરના છોડવાઓ પર ચઢવું પડે તેવી સ્થિતિ છે. સલામત રીતે રસ્તો ક્રોસ કરવાનો રાહદારીઓને કાયદેસરનો હક છે. પણ હાલત એવી થાય છે કે, સાડી પહેરેલી મહિલાઓ અને દિવ્યાંગો તથા સિનિયર સિટિઝન્સની હાલત કફોડી બની જાય છે. કારણ કે, જો તેઓ ડિવાઇડર પર ન ચઢે તો તેમને વાહનોની અવરજવર વચ્ચે રસ્તો ક્રોસ કરવા મજબૂર બનવું પડે છે આ હાલતમાં લોકો મુંઝાઇ જાય છે અથવા અકસ્માતના જોખમમાં મૂકાય છે. આ ઉપરાંત લોકો ઊભા રહીને રાહ જુએ તેવી વધારાની જગ્યા પણ હોતી નથી. વડોદરા પોલીસ દ્વારા અપાયેલી એક માહિતી મુજબ ફતેગંજ, કારેલીબાગ અને સયાજીગંજના શહેરના વિસ્તારોમાં જ સપ્ટેમ્બર-2018 સુધીના 21 મહિનાઓમાં 232 નાના મોટા રોડ અકસ્માતો થયા છે. કોર્પોરેશનના અધિકારીઓ રસ્તાનો લૂક બગડે તેવી ધાસ્તી વ્યક્ત કરીને ખોટી જગ્યાએ વર્ષોથી દોરાયેલા જૂના પટ્ટાઓ બદલવાની વાત ગળુ ખંખેરીને કરી શકતા નથી. જોકે આ વિશે ડીબી સ્ટારે ટ્રાફિક વિભાગનું ધ્યાન દોરતાં કોર્પોરેશનને આ મુદ્દે સૂચન કરવાની વાત કરી હતી ઉલ્લેખનીય છે કે, શહેરના મોટા ભાગના ક્રોસિંગ પરના પટ્ટાઓ જે જગ્યાએ છે તે ધ ઇન્ડિયા રોડ કોંગ્રેસની ગાઇડલાઇનનો ભંગ કરે છે. પણ વર્ષોથી તંત્રો આ મુદ્દે અસરકારક કામગીરી કરવાનું ટાળે છે.

ફતેગંજ બ્રિજ નીચે ફતેગંજ

નર્મદાભવન- જેલ તરફના રસ્તે.

માંડવી-પાણીગેટ રોડ પર SBI સામે

ફતેગંજ બ્રિજ નીચે નિઝામપુરા

ક્રોસિંગ પટ્ટાઓની ક્યાં ક્યાં જરૂર છે
સીધી વાત અમૃત મકવાણા, એક્ઝિ. એન્જિનિયર, રોડ વિભાગ

સવાલ : ઝીબ્રા ક્રોસિંગ પર પટ્ટાઓ સીધા ડિવાઇડર પર પૂરા થાય છે તો એવું કેમ થયું ?

જવાબ : આ પટ્ટા વર્ષોથી છે. બીપીએમસી એક્ટમાં ક્યાં પટ્ટા કરવા તેની કોઇ જોગવાઇ નથી. ડિવાઇડર પર વ્યક્તિએ ચઢવાની જરૂર નથી તે બાજુમાંથી પસાર થઇ રસ્તો ક્રોસ કરી શકે છે.

હવે જ્યારે ભૂલ સમજાય તેવી છે તો તે જગ્યાથી દૂર નવા પટ્ટા કરશો?

અમે વર્ષોથી જૂના પટ્ટા પર જ નવા પટ્ટા તૈયાર કરીએ છીએ. જૂના પટ્ટા દૂર કરવા માટેનું પ્રવાહી અમારી પાસે નથી.

જો ખરીદીને લાવી શકાય તો દૂર કરી શકાય ને?

હાલના પટ્ટા જૂના થવા દો તે ઝાંખા થશે પછી નવા પટ્ટા યોગ્ય જગ્યાએ તૈયાર કરીશું. નજીક જ નવા પટ્ટા કરીએ તો લૂક વિચિત્ર લાગે.

ક્રોસિંગ પેરામીટરના જાણકાર એન્જિનિયરો હોવા જોઇએ
ટ્રાફિક એક્સપર્ટ અને ટ્રાફિક સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય અજિતસિંહ ગાયકવાડ કહે છે કે, ઝીબ્રા ક્રોસિંગ કે પેડેસ્ટ્રીયન ક્રોસિંગ હોય ત્યાં વ્યક્તિ વ્હીલચેર પર હોય તો તે પણ સરળતાથી નીકળીને રસ્તો ક્રોસ કરે તેવી બનાવટ હોવી જોઇએ. કોર્પોરેશનમાં ક્રોસિંગના પેરામીટર કેવા હોવા જોઇએ તે બાબતના જાણકાર એન્જિનિયરો હોવા જરૂરી છે. ટ્રાફિક સપ્તાહની ઉજવણીમાં વર્ષો જૂની પ્રવૃત્તિઓ બંધ કરીને ટ્રાફિક માટેની સાર્થક જાગૃતિ ફેલાય અને તેની અસર દેખાય તેવા ક્રિયેટિવ પ્રયાસો કરવો જોઇએ.

એક્સપર્ટસ ઓપિનિયન
ભૂતડીઝાંપા ચાર રસ્તા, પોલીસ સ્ટેશન પાસે.

જૂના પટ્ટા દૂર કરે તેવું પ્રવાહી અમારી પાસે નથી
સ્ટેશન વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પાસે.

માંડવી ચાર રસ્તાની ચારે તરફ.

સીધી વાત અમીતા વાનાણી, ટ્રાફિક એસીપી, વડોદરા શહેર

સવાલ : રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા ખોટી જગ્યાએ છે તો ટ્રાફિક પોલીસનો શો રોલ હોય ?

જવાબ : ઝીબ્રા ક્રોસિંગ પર પટ્ટા મારવની જવાબદારી કોર્પોરેશનની છે. અમે માત્ર જરૂર જણાય ત્યાં તેમને સજેશન કરી શકીએ છીએ.

આ મુદ્દે કોઇ કાર્યવાહી ચાલી રહી છે ?

હા. અત્યારે ઝીબ્રા ક્રોસિંગથી માંડીને ક્યાં ક્યાં પટ્ટાઓ દોરવાની જરૂર છે તેનું આયોજન ચાલી રહ્યું છે.

જૂની જગ્યા પર જ પટ્ટાઓ તૈયાર કરવામાં આવ્યા તે મુદ્દે શું કહેવું છે ?

આ કામગીરી થાય ત્યારે અેન્જિનિયરો પણ સાથે રહે તે જરૂરી છે. નવા પટ્ટાઓ માટે હું સૂચન વીએમસીના સંબંધિત વિભાગને કરીશ.

ટ્રાફિકની કામગીરીની દિશામાં ટ્રાફિક પોલીસ વિભાગનું શું ભાવિ આયોજન છે ?

અમે ટ્રાફિક સલાહકાર સમિતિમાં પણ ફેરફાર કરવાની દિશામાં વિચારણા ચાલે છે. જે આ મુદ્દે વધુ સમય આપી શકે તેવા લોકોની અને ખાસ કરીને યુવાનોની જરૂર છે. અમારી પાસે ભંડોળ પણ છે જે આ કામગીરીમાં વાપરી શકાય.

કમાટીબાગ રોડ પર ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ સામે

છાણી જકાતનાકા વિસ્તારના રસ્તાઓ.

હવેના ક્રોસિંગના પટ્ટા યોગ્ય સ્થાને બને તેવો પ્રયાસ કરવામાં આવશે
ઝીબ્રા ક્રોસિંગ કેવાં હોવાં જોઇએ?
ઇન્ડિયા રોડ કોંગ્રેસની રાહદારીઓ માટેની ગાઇડલાઇન મુજબ ઝીબ્રા ક્રોસિંગના છેડાઓ પર રાહ જોવાની પૂરતી સ્પેસ હોવી જોઇએ. રાહદારી મુખ્ય રસ્તાની નજીકના રસ્તા પર સલામત રીતે પહોંચી જવો જોઇએ. બે ઝીબ્રાક્રોસિંગ 150 મીટરથી ઓછા અંતરે હોવા જોઇએ નહીં.

ચકલી સર્કલ વિસ્તારના રસ્તાઓ પર.

મહાવીર હોલ ચાર રસ્તા આજવા રોડ.

અન્ય સમાચારો પણ છે...