VIP રોડ:કામગીરી પૂરી થતાં હજી બે મહિના થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ મહિના બાદ ડ્રેનેજ કામગીરીના મામલે એક ચેમ્બર તૈયાર થઇ છે.

ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

વીઆઇપી રોડ પર ડ્રેનેજ માટેની ચેમ્બરની કામગીરી ગત વર્ષે નવેમ્બર મહિનામાં શરૂ થઇ હતી. ત્યારે બે મહિનામાં કામગીરી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજે પાંચ મહિના થવા આવ્યા છતાં હજી ચેમ્બરની જ કામગીરી ચાલી રહી છે. કારણ કે, તાજેતરમાં 15 દિવસ કામ બંધ રહ્યું હતું. ધીમી કામગીરીને લીધે આ વિસ્તારના વાહનચાલકોને બીનજરૂરી ફેરા મારવા પડે છે અને વેપારીઓના વેપાર-ધંધાને નુકસાન થઇ રહ્યું છે.

અહીં સ્કૂલો, હોસ્પિટલો, ટ્યુશન ક્લાસિસ છે એટલું જ નહીં રસ્તો બંધ રહેવાથી આ વિસ્તારની અંદરના ભાગની સોસાયટીઓના લોકોને પણ મોટો ફેરો પડે છે. આ સોસાયટીઓમાં સરકારી વસાહત, શ્રીપાદનગર, પ્રજાપતિ નગર અને મોનાલી સોસાયટીનો સમાવેશ થાય છે. સોસાયટીઓના અંદરના રસ્તેથી વાહનો પસાર થતાં હોવાથી સોસાયટીવાળાઓ પણ હેરાન થઇ ગયા છે. સોસાયટીઓના રહીશોના જણાવ્યા મુજબ રાત-દિવસ વાહનો પસાર થાય છે પણ રાત્રે વાહન પસાર થતાં કૂતરાઓ ભસવાનું શરૂ કરી દેતા ઊંધમાં ખલેલ પહોંચે છે. પાંચ મહિનાના અંતે સાત મીટરની એક ડ્રેનેજ ચેમ્બર જ તૈયાર થઇ છે.

કામગીરી ઝડપી કરી રહ્યા છીએ : VMC
તાજેતરમાં હોળીનો તહેવાર હતો. તેથી મજૂરો બહારગામ વતનમાં ગયા હોવાથી કામગીરી બંધ હતી. આ વિસ્તારમાં ડ્રેનેજની આ સમસ્યા જટીલ છે. લાઇનોને પણ એકબીજા સાથે જોડવાની હતી. હાલમાં ડ્રેનેજના પાણીનું પુશિંગ ચાલી રહ્યું છે. આગામી એકાદ મહિનામાં કામગીરી પૂરી થઇ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...