તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Violence Between The Air Force And The Vaishya39s Revenge Remained Intact For The Heroes Various Programs To Celebrate Pulwama Martyrs 033125

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયુસેનાના બદલાના ઉત્સાહ વચ્ચે વીર જવાનો પ્રત્યેની સંવેદના અકબંધ રહી : વિવિધ કાર્યક્રમો યોજી પુલવામાના શહીદોને અંજલિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકો માટે અમેરિકાના સેક્રેમેન્ટો શહેરમાં વસતા ભારતીયો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. 20મી ફેબ્રુઆરીના રોજ ત્યાંના લક્ષ્મીનારાયણ મંદિરમાં ઇન્ડિયન એસો. ઓફ સેક્રેમેન્ટો દ્વારા આયોજન થયું હતું. સ્થાનિક સંગીતકારોએ દેશભક્તિનાં ગીત-ભજન ગાયાં હતાં.

વિહવ કેરની કેન્ડલ માર્ચ
વિહવ કેર દ્વારા સાંજે 7 કલાકે વિહવ એકસલસ બિલ્ડીંગ, વાસણા રોડ ખાતે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રધ્ધાંજલિ અપાઇ હતી.

હંસા મહેતા શાળા, વડસર
વડસરની ડૉ. હંસા મહેતા શાળા પરિવાર દ્વારા શાળાના સ્થાપનાદિને કાર્યક્રમો યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

વાસણાની જય અંબે સોસાયટીમાં શ્રદ્ધાંજલિ સભા
જય અંબે સોસાયટી સાંઈનાથ માર્ગ વાસણા, વડોદરા દ્વારા અને જય માતાજી મિત્રમંડળ દ્વારા પુલવામામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગેસ લિમિટેડના કર્મીઓની અંજલિ
વડોદરા ગેસ લિમિટેડ નિઝામપુરા ખાતે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

વીર જવાનોની શોર્યગાથા રજૂ
અડુકિયો દડુકિયો ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભુલકાઓએ જવાનોની વેશભૂષા ધારણ કરી અંંજલિ આપી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો