તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Vigilance Suppression Of Students Protesting On The Issue Of Result Shocked 075521

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઝલ્ટ મુદ્દે આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સનું દમન,ધક્કે ચઢાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીઆઇમાંથી નિવૃત્ત થઇ ગયા પરંતુ રાૅફ જમાવવાની આદત જતી ના હોય તે પ્રકારે યુનિ.ચીફ વિજિલન્સ ઓફિસર પોપટ કાનાનીએ યુજીએસને ધક્કો મારીને પછાડતાં વિદ્યાર્થી નેતા બેભાન થઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. સયાજીમાં ટૂંકી સારવાર બાદ યુજીએસને રજા અપાઇ હતી.

બીકોમનાં પરિણામ નહિ મળતાં આંદોલન કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર વિજિલન્સે દમન કર્યું હતું. એક એફઆરનું શર્ટ ફાડી નાખ્યું હતું અને લાઠી ચાર્જ પણ કર્યો હતો.

કોમર્સ ફેકલ્ટીનાં પરિણામો જાહેર કરવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ અને વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં યુનિવર્સિટી જી.એસ. રાકેશ પંજાબીને ચીફ વિજિલન્સ ઓફિસર પી.પી.કાનાનીએ ધક્કો મારતાં તે બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન કરીને યુનિવર્સિટી સામે રોષ ઠાલવ્યો હતો.

3 માસ પૂરા થવા આવ્યા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા અનેક વખત પરિણામો જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે ગયા હતા. જ્યાં વિજિલન્સની ટીમે વિદ્યાર્થીઓને ઓફિસમાં જતા રોકવામાં આવતાં ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન યુ.જી.એસ. રાકેશ પંજાબી બેભાન થઇ જતાં તેને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીની તબિયત લથડતાં તેના સમર્થક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાવાળાઓ અને વિજિલન્સ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

અભ્યાસની સાથે પેપર ચેક કરવાના હોવાથી વિલંબ

કોમર્સ ફેકલ્ટીના 15 હજારથી વધુ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસવા સાથે અધ્યાપકો અભ્યાસ કરાવવાની બેવડી જવાબદારી નિભાવતા હોવાથી પરિણામમાં વિલંબ થાય છેે. ટૂંક સમયમાં પરિણામ આપી દઇશું. વિજિલન્સ અને વિદ્યાર્થીઓ વચ્ચેની ઘટનાની તપાસ કરાશે.
> કે.એમ.ચુડાસમા,રજિસ્ટ્રાર

પોલીસે કહ્યું, આ યુનિ.નો આંતરિક મામલો છે

મને ધક્કો મારની પાડી નાખવામાં આવ્યો જેના કારણે મને વાગ્યું હતું અને હું બેભાન થઇ ગયો. જેના પગલે મને હોસ્પિટલ પણ લઇ જવાયો હતો. પોલીસ ફરિયાદ માટે સયાજીગંજ પોલીસ મથકે ગયા તો પોલીસે યુનિવર્સિટીનો આંતરિક મામલો છે તેમ કહી હાથ ઊંચા કરી દીધા અને ફરિયાદ ના લીધી.> રાકેશ પંજાબી, યુજીએસ

નિવૃત્ત પીઆઇને યુનિ. મહિને 50 હજાર પગાર આપે છે

ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા પોપટ કાનાનીને મહિને 50 હજારનો પગાર ચૂકવાય છે. જ્યારે ઓએસડી તરીકે પીયૂષ પાઠકને મહિને 30 હજાર પગાર ચૂકવાય છે. હોસ્ટેલમાં મારામારીની ઘટનારોકી નહિ શકનાર તગડા પગારદારો માત્ર વિદ્યાર્થી નેતાઓ પર શૂરાતન કરે છે.

એફઆરનું શર્ટ ફાડી નાખ્યું, અન્ય િવદ્યાર્થીઓને ઇજા

વિજિલન્સ દ્વારા વિદ્યાર્થી નેતાઓ સાથે બળ પ્રયોગ કરાયાે હતો જેમાં અનેક વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી અને યુનિટ બિલ્ડિંગના એફઆર પંકજ જયસ્વાલનું શર્ટ ફાડી નાખ્યું હતું. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

બીકોમના પરિણામ માટે હેડ ઓફિસ રજૂઆત કરવા જતાં ઘર્ષણ

વિજિલન્સના સ્ટાફે લાઠીચાર્જ પણ કર્યાનો આક્ષેપ

_photocaption_મ.સ.યુનિ.ની હેડ ઓફિસ ખાતે પરિણામની રજૂઆત કરવા માટે ગયેલા યુનિ.જીએસને વિજિલન્સની ટીમે ધક્કે ચઢાવ્યો હતો. આ ઝપાઝપીમાં પટકાતા યુજીએસને દવાખાને લઇ જવો પડ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો