Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોન્સ્ટેબલ બૂટલેગરના ઘેર ગયો હોવાનો વીડિયો વાઇરલ
વરણામાના બુુટલેગર જયસ્વાલ બંધુઓના ઘરના ભોંયરામાંથી પોલીસે જપ્ત કરેલા દારુના વિશાળ જથ્થા બાદ જીલ્લાની એક બ્રાન્ચમાં ફરજ બજાવતા રવિન્દ્ર પટેલ નામના પોલીસ કર્મી તથા બુટલેગર લાલા વચ્ચે થયેલી વાતચીતના બનાવમાં રવિન્દ્ર પટેલનું નિવેદન લેવાયું છે. રવિન્દ્ર પટેલ બુટલેગરની દુકાન અને તેના ઘેર પણ ગયો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તેની પણ તપાસ શરુ કરી હતી
ગત સપ્તાહે રતનપુરના બૂટલેગર લાલાના ઘરમાંથી પોલીસે દારુનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસના દરોડા બાદ બુટેલગર લાલા અને કોન્સ્ટેબલ રવિન્દ્ર પટેલ વચ્ચેની ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હતી. આ વાતચીતમાં એક બ્રાન્ચના આ પોલીસ કર્મીનો ઉલ્લેખ ભાઇ તરીકે થયો છે જ્યારે પોલીસ કર્મી બૂટલેગરને લાલા તરીકે સંબોધે છે. રવિ નામનો આ પોલીસ કર્મી એવું બોલતો સંભળાય છે કે એકાદ બે પેટી હોત તો ઠીક હોત પણ આટલું બધું કરવાની શું જરૂર હતી? આ ઉપરાંત તું મારો ફોન રેકોર્ડ તો કરતો નથી ને તેમ પણ કહેતો સંભળાય છે. પોલીસ કર્મી હાલ પોલીસની સ્થિતિ સારી નથી પણ બૂટલેગરોની સ્થિતિ સારી છે તેવું પણ કહેતો સંભળાય છે. વાતચીતમાં બુટલેગર વ્યવહારની વાત કરતો પણ સંભળાય છે. બૂટલેગર અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠ છતી થઇ જતાં સમગ્ર બનાવની તપાસ ડભોઇ ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપવામાં આવી છે. તેમણે કોન્સ્ટેબલ રવિન્દ્ર પટેલનું નિવેદન લીધું હતું. બીજી તરફ રવિન્દ્ર પટેલ બુટલેગરના શો રુમ અને ઘેર ગયો હોવાનો એક વિડીયો પણ ફરતો થયો હતો, જેથી આ વિડીયો બાબતે પણ તપાસ શરુ કરાઇ હોવાનુંસુત્રોએ જણાવ્યું હતું.
ઓડિયો ક્લિપ વાઇરલમાં કોન્સ્ટેબલનું નિવેદન લેવાયું