તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Varun Ahuja Jailwale In Fraud Of 105 Crore With Chartered Accountant 040625

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેની 1.05 કરોડની છેતરપિંડીમાં વરુણ આહુજા જેલહવાલે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારેલીબાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત 4 રોકાણકારોને જગરૂપ ઇમ્પેક્સ કંપનીમાં રૂા. 1.05 કરોડનું રોકાણ કરાવી ઠગાઇ કરનાર વરુણ આહુજાની ગોત્રી પોલીસે ધરપકડ કર્યા બાદ સોમવારે રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે કર્યો છે જ્યારે કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવો નવાયાર્ડનો નામચીન દિલીપ કેરી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી છે.

લક્ષ્મીપુરા રોડના જગદીશ પુરુષોત્તમ માયાવંશીની જગરૂપ ઇમ્પેક્સ પ્રા.લિ. કંપનીમાં નાણાં રોકાણ કરવાની કારેલીબાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાલચ આપતાં તેમણે પરફેક્ટ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અર્પિત શાહ, લક્ષ્મી ટ્રેડિંગ કંપનીના પ્રોપ્રાઇટર અર્પિત શાહ અને શાલીન એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર જય ભાવસારના રૂા. 1 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ કંપની બોગસ હોવાની જાણ થતાં જગદીશ માયાવંશી, વરુણ આહુજા, યોગેશ ચૌધરી ,રાજુ તેમજ ધમકી આપનાર નવાયાર્ડના કુખ્યાત દિલીપ કેરી સામે ફરિયાદ કરી હતી. ગોત્રી પોલીસે વરુણ આહુજાની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ સોમવારે પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે જ્યારે દિલીપ કેરીના નવાયાર્ડ સ્થિત ઘર અને આશ્રયસ્થાનો પર દરોડા પાડ્યા હતા પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો નથી. આ ઉપરાંત જગદીશ માયાવંશી, યોગેશ ચૌધરી અને રાજુની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો