વંદે ભારત એકસ્પ્રેસની સ્પીડ કરતાં વધુ સ્પીડનો વીડિયો મૂક્યો

રેલવેમંત્રી ગોયલની ટ્વિટ હાસ્યાસ્પદ બની

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 04:07 AM
Vadodara News - vande inspires a video of more speed than india39s speed 040656
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

ભારતની પહેલી સેમિ હાઇસ્પીડ ટ્રેન અંગે રેલમંત્રી પીયૂષ ગોયલે ટ્વિટર ઉપર મૂકેલા વીડિયો અંગે તેઓ હાસ્પાસ્પદ સ્થિતિમાં મૂકાયા હતા. અનેક ફોલોઅર્સ દ્વારા તેમને વીડિયો ડીલિટ કરવા જણાવ્યું હતું. વંદેભારત એક્સપ્રેસની સ્પીડ 180 કિ.મી.ની હોવા છતાં તેમના વીડિયોમાં વધુ સ્પીડ દર્શાવી ટ્રેનને પક્ષી અને પ્લેન સાથે સરખાવતાં લોકો નારાજ થયા હતા.

પહેલી સેમિ હાઇસ્પીડ અને એન્જિન વગરની ટ્રેનનું આગામી 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. દિલ્હીથી વારાણસી વાયા કાનપુર અને પ્રયાગરાજના રૂટ પર ટ્રેન ચાલશે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલ આ ટ્રેન મેઇક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે. અગાઉ ટ્રેન -18 તરીકે આ ટ્રેન ઓળખાતી હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને વંદે ભારત એક્સપ્રેસ નામાભિધાન થયું હતું. આ ટ્રેનની સુવિધા અને સફળ પરીક્ષણ અંગે અનેક વીડિયો રેલ મંત્રાલય અને મીડિયા દ્વારા સોશ્યલ મીડિયા પર મૂકાયાં છે. ફોલોઅર્સ દ્વારા ટ્રેન સારી છે પરંતુ ડોકટર્ડ વીડિયો કેમ મૂક્યો તેમ પૂછ્યું હતું.

X
Vadodara News - vande inspires a video of more speed than india39s speed 040656
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App