તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Valsad Dahod Superfast Train Though Is Sidewalked For Express Trains 041134

વલસાડ -દાહોદ સુપર ફાસ્ટ ટ્રેન છતાં એક્સપ્રેસ ટ્રેન માટે સાઇડિંગ કરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વલસાડ -દાહોદ ઇન્ટરસિટી ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેનને પાલેજ પાસે સાઇડિંગ કરી એકસપ્રેસ ટ્રેનને આગળ જવા દેવાની પ્રથા યથાવત્ રહેતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. સુપરફાસ્ટ ટ્રેનનું ભાડું એક્સપ્રેસ ટ્રેન કરતાં રૂ. 15 વધુ હોય છે. તેમ છતાં ટ્રેનને સાઇડિંગ કરી એક્સપ્રેસ ટ્રેનને પહેલાં જવા દેવાની પ્રથાએ વિરોધ વધાર્યો છે.

રેલવે દ્વારા ટ્રેનની સ્પીડ વધાર્યા વગર , કે પહોંચવાનો સમય ઘટાડ્યા વગર એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવે છે. માત્ર સુપરફાસ્ટનો લોગો લગાવી ટ્રેનના ભાડામાં રૂ. 15નો વધારો ઝીંકવામાં આવે છે. ત્યારે આવી જ વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન રોજ વિવિધ ટ્રેનો માટે પાલેજ પાસે અંદાજે 15થી 20 મિનિટ સાઇડિંગ થાય છે. અપડાઉન કરતા મુસાફરો આ ટ્રેનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેમને સમયસર નોકરી પર પહોંચવાનું હોય છે. સુરતથી વડોદરા અપડાઉન કરતા પેસેન્જર દિગંત જોષી મુજબ મંગળ -બુધવારે બાન્દ્રા -ઝાંસી ટ્રેન, ગુરુવારે બાન્દ્રા -રામનગર, રવિવારે બાન્દ્રા -ગોરખપુર , શુક્રવારે બાન્દ્રા કાનપુર ટ્રેન માટે સાઇડિંગ થાય છે.

બાન્દ્રા -કાનપુરમાં જનરલ કોચ એક તરફ
સામાન્ય રીતે ટ્રેનમાં આગળ અને પાછળ બે બાજુ જનરલ કોચ આવતા હોય છે. તાજેતરમાં એલએચબી કોચ સાથે નવા આવેલા બાન્દ્રા -કાનપુર રેકમાં જનરલ કોચ પાછળની બાજુ આવે છે. ગુરુવારે બાન્દ્રા થી જતી વખતે આગળ એન્જિન પાસે અને શુક્ર્રવારે પરત જતી વખતે તમામ પાંચ જનરલ કોચ પાછળની બાજુ અાવતાં મુસાફરો હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...