વાઘોડિયામાં સૌથી વધુ 72.98% સૌથી ઓછંુ રાવપુરામાં 62.68%

Vadodara News - vagodiya highest 7298 in rawapura 6268 070623
Vadodara News - vagodiya highest 7298 in rawapura 6268 070623

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:06 AM IST
વડોદરા સંસદીય બેઠક મેળવવા માટે ભાજપ કોંગ્રેસના ટેકેદારોએ મતદાન માટે સવારથી એડી ચોટીનુ જોર લગાવ્યુ હતુ. જોકે, 42 ડીગ્રીની કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર મતદારોનો સ્વયંભુ સૈલાબ નીકળ્યો હતો અને હોટ વેવની સામે વોટ વેવ ચાલ્યો હતો. ખાસ કરીને, શહેરી મતદારો કરતાં ગ્રામ્ય મતદારો મતદાન માટે વધુ જાગૃત સાબિત થયા હતા. મતદારોને ઠેકાણે પાડી દેવાના નિવેદનના કારણે વિવાદમાં સપડાયેલા વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી સૌથી વધુ 72.98 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન રાવપુરા મતવિસ્તારમાં 62.68 ટકા નોંધાયું હતું.

વડોદરા લોકસભાની બેઠક માટે 13 દાવેદારોનુ ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. સવારે 7 થી સાંજના છ વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયામાં સૌથી વધુ મતદાન થાય તે માટે ગ્રામ્ય કરતાં શહેરમાં વધુ પ્રયાસો કરવામા આવ્યા હતા અને ભાજપ કોંગ્રેસે તેમના કાઉન્સિલરો-હોદ્દેદારો-આગેવાનોને બુથ દીઠ જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જોકે, મોટા ભાગના મતદારોએ આ નિમંત્રણ મળે તે પહેલા જ સ્વયંભુ મતદાનનો આગ્રહ રાખ્યો હતો.

11 કલાક સુધી ચાલેલા મતોત્સવમાં સરેરાશ 68 ટકા મતદાન થયુ હતુ અને મોડી રાતે તમામ ઇવીએમ પોલિટેકનિક કોલેજ ખાતે બનાવાયેલા સ્ટ્રોંગરૂમમાં ખસેડાયા હતા. જયાં, તા.23 મે સુધી આ તમામ ઇવીએમ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંગ્રહિત રહેશે અને 23મી મેના રોજ મતગણતરી કરાશે. રાજકીય પક્ષાોઅે ગરમીના કારણે 60 ટકા મતદાનની અપેક્ષા રાખી હતી, પરંતુ 8 ટકા વધુ મતદાન થયું હતું.

હવે ભગવાન કરે તે ખરું...

ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે મતદાન કરવા જતાં પહેલા ઘરના મંદિરમાં પ્રાર્થના કરી હતી.જયારે કોંગ્રેસના પ્રશાંત પટેલે ઘડિયાળી પાેળમાં મા અંબેના દર્શન કર્યાં હતા.

કઇ વિધાનસભામાં કેટલા ટકા મતદાન

વિધાનસભા મતદાન

સાવલી 69.62%

વાઘોડિયા 72.98%

વડોદરા શહેર 67.43%

સયાજીગંજ 64.70%

અકોટા 67.07%

રાવપુરા 62.68%

માંજલપુર 68.10%

X
Vadodara News - vagodiya highest 7298 in rawapura 6268 070623
Vadodara News - vagodiya highest 7298 in rawapura 6268 070623
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી