વડોદરાનો જવાબ, 42 િડગ્રી તાપમાનમાં 68% મતદાન થયું

Vadodara News - vadodara39s reply 68 percent voting was recorded in 42 degrees 070606

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:06 AM IST
શહેરમાં 42 ડીગ્રીની આકરી ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો ન હતો. લોકોએ સવારથી સાંજ સુધી મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જો કે સવારે 11 વાગ્યા સુધી મતદારોનો ભારે ધસારો રહ્યો હતો. સુશેન તરસાલી રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલ ખાતેના મતદાન મથક પર સવારે મતદારોની કતાર લાગી હતી. બપોરે ગરમીમાં બૂથ સૂમસામ જોવા મળ્યું હતું. જયારે બપોર બાદ ફરી મતદારોની અવર જવરથી મતદાન મથક ધમધમી ઉઠયું હતું.

11 કલાકનું મતદાન

દર એક મિનિટે 1850 મત પડ્યા

મતદાનની ગરમી

વિધાનસભા િવસ્તારની

કુલ 7 બેઠકો

કુલ મતદાન 12,20,180

કુલ મતદારો 17,94,383

હું આઝાદી પહેલાંથી મતદાન કરું છું

 ભાયલીમાં રહેતાં 105 વર્ષનાં રેવાબહેન ચતુરભાઇ પટેલે કન્યાશાળા ખાતેના બૂથમાં મતદાન કર્યું હતું. તેઓ કહે છે કે, ‘હું વડોદરામાં આઝાદી પહેલાંથી મતદાન કરું છું. હું લોકસભા સહિતની દરેક ચૂંટણીમાં મતદાન કરવા જાઉં છું. તેમના પુત્ર અશોકભાઇ કહે છે કે, ‘તેઓ હજી પણ સારી રીતે સાંભળી શકે છે અને બોલી પણ શકે છે.’

બપોરે

સાંજે

5 લાખ લોકોએ વોટિંગના શપથ લીધા, 12 લાખનું મતદાન

પહેલી વાર મત અાપ્યો, મજા અાવી

 દિવ્ય ભાસ્કરે પ્રથમ વખત વોટ અાપનારી કેનાવિતા ગોલાણી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જેમ અાપણને નેતાની જરૂરત હોય છે,તેમ નેતાઓને અાપણા મતરૂપી સપોર્ટની જરૂરત છે.મે મારો મત ઉત્સાહ પુર્વક અાપ્યો છે.દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મેં મારૂ મતદાન કર્યું છે.પહેલીવાર મત આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવાયો હતો.

X
Vadodara News - vadodara39s reply 68 percent voting was recorded in 42 degrees 070606

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી