તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા શહેરની મધ્યે ઈન્ડોર સ્ટેડિયમ બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં કોટંબીમાં બની રહેલું સ્ટેડિયમ શહેરથી દૂર હોવાથી બરોડાની ટીમને પ્રેક્ટીસ કરવાની તક મળતી નથી. જેથી ક્રિકેટરોને શહેરમાં જ પ્રેક્ટિસ કરવાની સુિવધા મળી રહે તે માટે અાગામી દિવસોમાં વડોદરા શહેરની મધ્યમાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં અાવશે અને અાગામી એ.જી.એમ.માં હિસાબો મંજૂર થાય તે માટે પ્રાયોરીટી અપાશે એમ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને શુક્રવારે જણાવ્યું હતું.

પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, વરસાદની મોસમ લંબાય ત્યારે વડોદરાની ટીમને પ્રેક્ટીસ માટેની પુરેપુરી તક મળતી નથી.દેશના કેટલાક એસોશિયેશનોએ ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યા છે.એટલે વડોદરામાં પણ ઇન્ડોર મેદાન હોય તો પ્રેક્ટીસની પુરેપુરી તક મળી શકે.સરકાર સાથે વાતચીત કરવામાં અાવશે.બી.સી.એ.ની કામગીરી પર નજર રાખવા એક એથીક્સ(લોકપાલ)અધિકારીની પણ નિયુક્તિ થશે.

દસમી નવેમ્બરે મળનારી બી.સી.એ.ની એ.જી.એમ. અંગે પ્રણવ અમીને જણાવ્યું હતું કે, વર્ષ 2013-14ની અે.જી.એમ. પતી ગયેલી છે.તેની ગ્રાન્ટ પણ અાવી ગઇ છે હજી પણ બી.સી.સી.અાઇ પાસે બી.સી.એ.ના 135 કરોડ લેવાના રહે છે.એટલે જો એ.જી.એમ.માં હિસાબ મંજુર થશે ત રૂ. 30 કરોડ પ્રથમ તબક્કામાં મળે તેમ છે.દિલ્હી ક્રિકેટ અેસોશિયેશને બે ત્રણ એ.જી.એમ એક સાથે કરી તેવું અાયોજન અગામી બી.સી.એ.માં કરવાની પણ અમારી નેમ છે.

એ.જી.એમ રિપોર્ટ અંગે કોઇ ક્વેરી અાવી છે કે કેમ? તે અંગે તેમણે જણાવ્યું હતું કે,ચાર-પાંચ સભ્યોએ ક્વેરી રજુ કરી છે.પણ તેનાથી કોઇ સમસ્યા નહિ થાય.બી.સી.એ.ના ઓડિટરની પણ નિયુક્તિ કરવામાં અાવશે.અાગામી દિવસોમાં બી.સી.એ. દ્વારા બરોડા પ્રીમીયર લિગનું પણ અાયોજન કરવામાં અાવશે.લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના પુર્વ ચીફ જસ્ટીસ સી.કે.ઠક્કરનું નામ નોમીનેટ કરવામાં અાવ્યું છે.

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોર્ટબી ખાતે ક્રિકેટ સ્ટેડિય બનાવવાની કામગીરી ચાલી રહી છે જો કે શહેરથી અંતર વધુ હોવાથી ખેલાડીઓને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડી શકે તેી શકયતાને ધ્યાનમાં રાખીને બીસીએ દ્વારા શહેરમાં જ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ટેડિયમ બનતા ખેલાડીઓને ઘરઆંગણે સુવિધા મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...