- Gujarati News
- National
- Vadodara News Vadodara Has Never Left But The Youth Sent An E Memo To The Vadodara Rto Office 075123
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા ક્યારેય ગયો નથી છતાં યુવકને વડોદરા RTO કચેરીએ ઇ-મેમો મોકલ્યો
બોડેલી તાલુકાના વણઘા ગામે ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતા 24 વર્ષના કોલચા ભુપેન્દ્રભાઈ શાનભાઈને પોસ્ટ દ્વારા કવર આવ્યું હતું. જેને ખોલતા જ ઈ-મેમો જોતા પગ નીચેની જમીન ખસી ગઈ હતી. અને વિચાર્યું કે હું વડોદરા મોટરસાઇકલ કે અન્ય કોઈનું વાહન લઈને આજદિન સુધી ગયો નથી તો આ ઈ-મેમો આવ્યો કઈ રીતે? જેથી પરિવારના લોકો પણ ચિંતામાં આવી ગયા હતા. તેને તેના મિત્રને તમામ વિગત જણાવી અને ઈ-મેમો જોતા તેમાં ફોટો કોઈ છોકરીનો એક્ટિવા ચલાવતો હતો. તેની એક્ટિવાનો નંબર આગળનો નંબર અલગ હતો. આરટીઓ કચેરીમાંથી છેલ્લા નંબરના આંકડાને ધ્યાનમાં લઇ ઈ-મેમો અદ્ધરતાલ રીતે મોકલવામાં આવ્યો હતો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
ભુપેન્દ્ર કોલચાની પાસે બાઈક છે જે આજદિન સુધી વડોદરા લઈને ગયો નથી. તેથી આરટીઓ વિભાગના ટોલ ફ્રી નંબર પર ફોન કરી ખોટો ઈ-મેમો આવી ગયો છે. તેવું જણાવી કેન્સલ કરાવવા અંગે પૂછપરછ કરતા ભુપેન્દ્ર કોલચાને પોતાની મોટરસાઇકલની આરસી બુક, પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ-મેમો લઈને વડોદરાઆરટીઓ કચેરી ખાતે બોલાવવામાં આવ્યો છે. આરટીઓ કચેરીની ભૂલના કારણે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા યુવકને લાબું અંતર કાપીને સમય અને પૈસાનો બગાડ કરવાનો વખત આવ્યો છે.