તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પૂછે છે; હાઉ ઈઝ ધ જૈશ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
4 પૂર્વ સૈનિકોએ ભાસ્કરને કહ્યું... છાતી ગજ ગજ ફૂલે છે, હવે દરેક સાવધ રહે
જડબાતોડ જવાબ આપ્યો
હું ફૌજી હોવાથી વાયુસેનાની આજની કાર્યવાહીથી મારી છાતી ગજ ગજ ફૂલી ગઇ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે હવે વધુ સાવધ રહેવું પડશે. દરેકે દેશને આ સમયમાં મદદ કરવી પડશે. દુશ્મન દેશને જાણ થઇ જાય તેવી કોઇ પણ માહિતી કે ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાં ના જોઇએ. પાકિસ્તાન હવે નાના નાના ફિદાયીન હુમલા કરાવી શકે છે. તેને અંડર એસ્ટિમેટ ના કરવું જોઇએ. કર્નલ વિજય શર્મા (નિવૃત્ત)

પુલવામામાં આંતકવાદીઓ ભારતીય જવાનો પર કરેલા કાયરતા પૂર્વકના હૂમલાના 12માં દિવસે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આંતકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાની વીરતાને શહેરીજનોએ જોશભેર વધાવી લીધી હતી. શહેરીજનોએ ત્રિંરગા સાથે ભાર માતા કી જય ઘોષ સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી
ભારતીય વાયુસેનાએ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી છે. સમગ્ર ઓપરેશન એવી રીતે પ્લાન કરાયું કે તેમાં 100 ટકા સફળતા મળી છે. આજની કાર્યવાહીથી પાકિસ્તાનની સંસદમાં શેમ શેમના નારા લાગ્યા હતા. તેથી સમજવું પડે કે પાકિસ્તાનને કેવું લેસન મળ્યું છે. પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનું આજે 13મું હતું અને તે જ દિવસે આતંકી કેમ્પો પર એટેક કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કોમોડોર સુરેશ ચાંદોરકર,(નિવૃત્ત) નેવી

સેનાએ પ્રશંસનીય કાર્ય કર્યું
વાયુસેનાએ ખૂબ જ સાવચેતીથી પ્રશંસનીય કાર્યવાહી કરી છેે. આપણે અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પાકિસ્તાન માટે પણ સરપ્રાઇઝ હતું પણ આ વખતે પુલાવામા હુમલા સમયે જ સરહદ પર તેણે સેનાને ગોઠવી દીધી હતી, અને આતંકીઓને તેમના કેમ્પમાંથી પણ હટાવી દીધા હતા પણ આપણે સ્ટ્રેટેજિકલી વિચારીને પગલું ભર્યું અને 12 વિમાનોને મોકલી કેમ્પોનો સફાયો કર્યો તે પ્રશંસનીય છે. કર્નલ મનુભાઇ જાની,આર્મી, (નિવૃત્ત)

વાયુસેના અભિનંદનને પાત્ર
પલુવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ આજે કરેલી કાર્યવાહી અભિનંદનને પાત્ર છે.વડાપ્રધાને જે કીધું તે કર્યું . સેનાને છૂટો દોર દેવાથી જો વાયુસેના આ કાર્યવાહી કરી શકતી હોય તો વિચારી લો કે સેનાની અન્ય પાંખો શું કરી શકે છે. હવે સાવધ રહીને આસપાસમાં થઇ રહેલી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. આજની કાર્યવાહી બાદ દેશવિરોધી તત્ત્વો સક્રિય થઇ જશે જેથી સાવધ રહેવું જોઇએ. સાર્જન્ટ જય જોશી,(નિવૃત્ત) એરફોર્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો