ઉસ્તાદ ફૈયાઝ ખાં ગુજરાતના તાનસેન હતા: રાજેન્દ્ર ત્રિવેદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ગૃહ ખાતે સોમવારની સાંજે ગુજરાત રાજ્ય સંગીતનાટક અકાદમીના સહયોગથી આગ્રા ઘરાનાના અને એક સમયના વડોદરાના રાજ્યના સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબની સ્મૃતિમાં રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં સંગીત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંગીત ભાસ્કર એવોર્ડ વિજેતા, સૂફી, ગઝલ અને સેમિ ક્લાસિકલ ગાયક શ્રી કુમાર સત્યમે સૂર- સૂરાવલી રેલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ કલા-સંસ્કૃતિના ખૂબ મોટા સંવર્ધક અને પ્રોત્સાહક રહ્યા હતા. તેમણે ગુજરાતના તાનસેન કહી શકાય તેવા ઉસ્તાદ ફૈયાઝ ખાંને રાજ્ય આશ્રય આપ્યો અને ઉસ્તાદે સંગીતની મોહિની જગાડી તેમના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં પ્રથમ મ્યૂઝિક કોલેજની વડોદરામાં સ્થાપના કરી, ડિપ્લોમા સંગીતનો અભ્યાસક્રમ શરૂ કર્યો. અા તે સમયમાં સંગીત માટે ખૂબ ભગીરથ કાર્ય કહી શકાય. વડોદારા રાજ્યનાં રાજમાતા શુભાંગિની દેવીએ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબના પ્રદાનને ભૂલ્યા વગર તેમની સ્મૃતિમાં કાર્યક્રમ યોજવાની ઇચ્છા પ્રગટ કરી હતી.

ટીપી-13ના આંબેડકરનગરના મકાનમાં જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા

વડોદરા | શહેરના ટીપી-13 વિસ્તારમાં આંબેડકરનગરના ભાડાના મકાનમાં સાગર મહેશ શર્મા નામનો શખ્સ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં ફતેગંજ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં મકાનના બીજા માળેથી સાગર શર્મા ઉપરાંત જુગાર રમી રહેલા જાવેદ મુસ્તાક પઠાણ, ચેતન મનુ વાઘેલા, કુરન સનાભાઇ પંડ્યા, વિજય વસંતરાવ વાઘ, લક્ષ્મણ ગણેશ માળી, અશ્વિન બાબર મકવાણા, અનિશ અજમતુલા મલેક, રશ્મીન રવિચન્દ્ર મેકવાન, હિરેન મોહન વાઘેલાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 64270 રોકડા અને 7 મોબાઇલ ફોન મળી 89770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા, બુધવાર, 12 ફેબ્રુઆરી, 2020

| 12

વડોદરા
અન્ય સમાચારો પણ છે...