તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Urges The Municipality To Recover The Fine From The Public Spit 075600

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરમાં થૂંકનાર પાસેથી દંડ વસૂલવા માટે પાલિકાને તાકીદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસના સંભવિત પગપેસારાને ધ્યાનમાં રાખી સરકારી તંત્રને એર્લટમાં મૂકી દીધું છે ત્યારે વડોદરામાં જાહેરમાં થૂંકનારા પાસેથી દંડ લેવાની તાકીદ કરવામાં આવી છે પણ પાલિકાનું તંત્ર હજી રજાના મૂડમાં છે અને તેના કારણે આ કામગીરીનો પ્રારંભ થયો નથી.

પબ્લિક હેલ્થ બાયલોઝમાં જાહેરમાં થૂંકનારા પાસેથી પહેલી વખત રૂા.100 અને બીજી વખત પકડાય તો રૂા.200નો દંડ લેવાનો ઉલ્લેખ છે. જાહેર આરોગ્યની સુખાકારી અને સલામતી માટે આ દંડની જોગવાઇ કરાઇ હતી અને તેનો અમલ વોર્ડ સ્તરેથી કરવાનો છે. પરંતુ, પાલિકાના તંત્રે તેને ગંભીરતાથી લીધી ન હતા અને સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વોલ પર જે નજરે પડે તેને દંડ કરવાની કામગીરી કરી જાણે મોટો મીર માર્યો હોય તેવો ડોળ કર્યો હતો. જાહેરમાં રોડ પર થૂંકનારા કે પેશાબ કરનારા પાસેથી દંડ લેવાની કામગીરી કમિશનર બદલાતાં જ બંધ થઇ ગઇ હતી અને આ સંજોગોમાં કોરોના વાઇરસનો વાવર શરૂ થયો છે અને તેમાં તકેદારીનાં પગલાં લેવા માટે એસએસજી હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ રાખવામાં આવ્યો છે.જેથી,સ્વચ્છ ભારત મિશનર અર્બન ગુજરાતના મિશન ડાયરેક્ટરે જાહેર સ્થળોમાં લોકો થૂંકે નહીં તે માટે ઝુંબેશ કરવા માટે પાલિકાને સૂચના આપી છે અને જાહેરમાં થૂંકનારને દંડ કરવાની ટકોર કરી છે. પરંતુ, શુક્રવારે કાઉન્સિલરના નિધનના કારણે પાલિકામાં રજા જાહેર કરાઇ હતી અને બીજા શનિવાર-રવિવારની રજા હોવાથી પાલિકાએ પહેલા ત્રણ દિવસ તો સરકારની સૂચના માત્ર ફાઇલ પૂરતી જ રાખી છે.

આ પણ વ્યવસ્થા પાલિકાએ કરાવવાની છે

} બસ સ્ટેન્ડ,ટેક્સી સ્ટેન્ડની તેમજ બસની અંદર નિયમિત સફાઇ કરાવવી તેમજ આ તમામ સ્થળો પર હાથ ધોવા માટે સાબુ,પ્રવાહી સાબુની વ્યવસ્થા કરાવવાની છે.

} શાળા,કોલેજ,ટ્યૂશન ક્લાસીસમાં પણ હેન્ડવોશની વ્યવસ્થા કરાવવી તેમજ સાવચેતીનાં પગલાં માટેની માહિતી આપવી

} તમામ જાહેર જગાની સફાઇ કરવી,દવાનો છંટકાવ કરવો

} સફાઇ કર્મચારીઓ સફાઇની કામગીરી દરમ્યાન માસ્ક,બૂટમોજાંનો ઉપયોગ કરે તેની ખાસ કાળજી લેવી

} લગ્નવાડી,હોલમાં ગંદકી ના થાય અને તેની નિયમિત સફાઇ કરવામાં આવે

} તમામ સરકારી કચેરીમાં સાબુ-હેન્ડ વોશની વ્યવસ્થા કરવી

દંડની જોગવાઇ, સીસીટીવી કેમેરા છતાં અમલ કરાતો નથી

સ્વચ્છ ભારત મિશનના ડાયરેકટરે પાલિકાનો કાન આમળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો