તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેકારીથી કંટાળી યુવકે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મકરંદ દેસાઇ રોડ પરના ત્રિભુવન પાર્કની પાસે આવેલા રાજીવનગરમાં રહેતો ચંદ્રકાંત મણિલાલ પરમાર (ઉવ.27) છૂટક મજૂરી કરતો હતો. ગુરુવારે સાંજના સમયે તે ઘરમાં એકલો હતો ત્યારે કોઇ બેકારીથી કંટાળીને પોતાના ઘરના પતરા નીચેના લાકડા પરના પંખા સાથે નાઇલોનની દોરી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન તેના પરિવારજનો આવી જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ ચંદ્રકાંત મણિલાલ પરમાર આઇટીઆઇ સુધી ભણેલો હતો. તેના પિતાનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. માતા કવિતાબેન ખાનગી રાહે સફાઇ કામગીરીમાં જોડાયેલા હતા. જ્યારે ચંદ્રકાંત એક મહિનાથી કામ વિનાનો હોવાથી ગુમસુમ બેસી રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...