તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Under The Tech Home Ration Scheme 5960 Malnourished Children Will Be Promoted 041709

ટેક હોમ રેશન યોજના હેઠળ 5960 કુપોષિત બાળકોને સુપોષિત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે વડોદરા સહિત રાજ્યના સાત જિલ્લાઓમાં ગુરુવાર થી ટેક હોમ રેશન (ટીએચઆર) યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. જેના ભાગરૂપે વડોદરાના અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતેથી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આંગણવાડી ઓમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ આહારનાં પેકેટ્સના વિતરણ માટેની વાનને રવાના કરાઈ હતી. જિલ્લાની 1448 આંગણવાડીના માધ્યમથી 948 અતિ કુપોષિત અને 5960 કુપોષિત બાળકોને સુપોષિત કરવા તેમના ઘરે આ પેકેટ્સનું વિતરણ કરાશે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેક હોમ રેશન યોજનામાં આંગણવાડીઓ દ્વારા ભરપૂર પોષક તત્ત્વો ધરાવતા લોટનાં પેકેટ્સને કુપોષિત બાળકો અને માતાઓના ઘરે પહોંચાડવામાં આવશે. વડોદરા જિલ્લા માટે જરૂરી ટેક હોમ રેશનના જથ્થાનું ઉત્પાદન કરવાની કામગીરી સુરતની સુમૂલ ડેરીને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,ત્રણ વર્ષ સુધીનાં બાળકો, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ માટે આ વિશેષ આહાર બનાવ્યો છે. વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી શુભારંભ કરાયેલા ટેક હોમ રેશન પ્રોજેક્ટના કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, આ યોજનાનો પ્રાંરભ સૌપ્રથમ આણંદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. જ્યારે આ કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો જવાબદારીથી નિભાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...