તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાય એક્ટિવામાં અથડાતાં બે યુવક રોડ પર પટકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશનવાડીમાં રહેતા બે ભાઈઓ શુક્રવારે સાંજે ગધેડા માર્કેટ પાસેથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. ડિવાઈડર પાસેથી ટર્ન લેતી વખતે એક ગાય સામેથી આવીને એક્ટિવા સાથે ભટકાતા બંને ભાઈઓ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જેના કારણે સારવાર માટે બંનેને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મેળવી રહેલ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગધેડા માર્કેટ ખાતે ભરાતા શાક માર્કેટમાંથી વધેલી તેમજ બગડી ગયેલી શાકભાજી સહિતનો કચરો નજીકમાં જ ખુલ્લામાં નાખી દેવામાં આવતો હોવાથી ત્યાં ગૌધારકો દ્વારા ખુલ્લી મૂકી દેવાતી ગાયોનો જમાવડો જોવા મળે છે. શુક્રવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે તે જગ્યાથી થોડે જ દૂર આવેલ એક ડિવાઈડર પાસેથી એક્ટિવા લઈને જઈ રહેલા કિશનવાડીના કારણ જીતેન્દ્ર ચાવડા (ઉં.વ.20) અને ચિરાગ માછી (ઉં.વ.17)ને પાછળથી દોડતી આવતી એક ગાયે ટક્કર મારતા બંને એક્ટિવા પરથી ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી બંનેની હાલત અત્યારે અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...