તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડોની ઠગાઇમાં 2 આરોપી શીરડીમાં છુપાયાની આશંકા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
5.78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ઓમ સાંઇ રેસીડન્સીના બે ભાગીદારો પોલીસ ફરિયાદ બાદ પત્નીઓ સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. બાપોદ પોલીસે તપાસ કરતાં શીરડી ભાગી ગયા હોવાની માહિતી મળી હતી.

અલકાપુરીના NRI બિલ્ડર પ્રજ્ઞેશ મહેન્દ્ર દેસાઇની બહેન શિલ્પાને સયાજીપુરાની જમીનમાં રોકાણ કરાવ્યા બાદ ઓમ સાંઇ રિયાલ્ટીના ભાગીદારો મૌલિક પટેલ, વંદન પટેલ અને તેમની પત્નીઓએ રૂા. 5.78 કરોડની છેતરપિંડી કરી હોવાની પ્રજ્ઞેશ દેસાઇએ બાપોદ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બિલ્ડર મૌલિક પટેલના નાગરવાડાના ઘર તેમજ વંદન પટેલના ન્યૂ વીઆઇપી રોડ પારસમણી ટેનામેન્ટ સ્થિત મકાનમાં દરોડો પાડી વોચ ગોઠવી હતી. બંને ઘર બંધ કરી પત્નીઓ સાથે ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે આસપાસના લોકોની પૂછતાછમાં બંને શીરડી ભાગી ગયા હોવાની વિગતો મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બંને ભાગીદારો અને તેમની પત્નીઓના મોબાઇલ કોલ ડીટેઇલની વિગતો મંગાવી ચારે જણ કોની સાથે સંપર્કમાં છે તે સહિતની માહિતી મેળવવાની કવાયત હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો