તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Two Storied Buildings In The City And A Stolen 286 Lakh From A Restaurant 041241

શહેરમાં બે બંધ મકાન તેમજ એક રેસ્ટોરંટમાંથી 2.86 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક બિલ ગામ રોડ તથા સુસેન રીંગ રોડ પરના 2 મકાન અને સમા સાવલી રોડ પર આવેલ રેસ્ટોરન્ટમાંથી તસ્કરોએ દાગીના અને રોકડ તથા વાહન , લેપટોપ મળીને 2.86 લાખની મતાની ચોરી કરી હતી.

બિલ ગામ રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા નિલેશ ભાઇલાલભાઇ વાઘેલા મકાન બંધ કરી શુક્રવારે રાત્રે કરજણ ખાતે મોસાળમાં યોજાયેલ સુંદરકાંડમાં ગયા હતા. દરમિયાન રાત્રે પોણા ત્રણ વાગે પાડોશીએ ચોરી થઇ હોવાનું જણાવતાં તેઓ વડોદરાદોડી આવ્યા હતા. તેમણે તપાસ કરતાં તિજોરીમાંથી સોનાની 3 ચેઇન, સોનાની 4 વીંટી, સોનાની 3 જોડ બુટ્ટી, 88 જોડ ચાંદીના છડા અને 3 જોડ ચાંદીના ઝુડા તથા 70 હજાર રોકડા મળીને 185000 રુપીયાની મતાની ચોરી કરી હોવાનું જણાઇ આવતાં માંજલપુર પોલીસે તપાસ આદરી હતી. બીજી તરફ સુસેન તરસાલી રીંગ રોડ પર હિરાબાગ સોસાયટીમાં રહેતા વિમલાબેન રાણાના પતિ અલ્હાબાદ કુંભમેળામાં ગયા છે અને તેઓ ગુરુવારે સાંજે મકાન બંધ કરી તેમના બાળકો સાથે ઉતરાયણ નિમિત્તે અમદાવાદ રહેતા દિયરના ઘેર ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીમાંથી સોના અને ચાંદીના દાગીના તથા 20 હજાર રોકડ મળી 65 હજારની મતાની ચોરી કરી હતી.આ ઉપરાંત સમા સાવલી રોડ પર ટેસ્ટ ઓફ હેવન રેસ્ટોરન્ટમાં પાછળના ભાગે રસોડાની બારીમાંથી પ્રવેશેલા બે શખ્સોએ લેપટોપ તથા મોબાઇલ અને પાર્કીંગમાં મુકેલ એક્ટિવા તથા રોકડા 450 મળી 36450 રુપીયાની ચોરી કરી હોવાની ફરિયાદ રેસ્ટોરન્ટના માલિક ભાસ્કર ગોપાલકૃષ્ણરાવે પોલીસમાં નોંધાવી હતી.

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા સોસાયટીના બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...