તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Two Shopkeepers Were Arrested For Selling Alcohol In The Market 033123

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધાની આડમાં દારૂ વેચતા 2 દુકાનદાર ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સયાજીપુરામાં ડ્રીમવિલા ચાર રસ્તા પાસે સિદ્ધેશ્વર હોમ શોપિંગ સેન્ટરમાં ફેબ્રિકેશન અને લોન્ડ્રીની દુકાનમાંથી પોલીસે દરોડા પાડીને દારૂની 180 બોટલ સહિત 1,42,500 રૂા.નો મુદામાલ કબજે કર્યો હતો.સિદ્ધેશ્વર હોમ શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શિવશક્તિ ફેબ્રિકેશન અને જય માતાજી લોન્ડ્રી નામની દુકાનમાં દુકાનદારો પોતાના ધંધાની આડમાં દારૂ વેચી રહ્યા છે, બાપોદ પોલીસે શિવશક્તિ ફેબ્રિકેશનમાં દરોડો પાડતાં સિદ્ધાર્થ દિલીપ પંચાલ (રહે, સિદ્ધેશ્વર હોમ)ને ઝડપી તપાસ કરતાં દારૂની 36 બોટલ મળી હતી. પોલીસે બાજુમાં જ જય માતાજી લોન્ડ્રીમાં દરોડો પાડીને તપાસ કરતાં 144 દારૂની બોટલ મળી હતી. પોલીસે જય માતાજી લોન્ડ્રીના ધવલ દિલીપ ચૌહાણ (રહે, સિદ્ધેશ્વર હોમ)ની દારૂ સાથે ધરપકડ કરી હતી. બીજી તરફ માણેક પાર્ક ચાર રસ્તા પાસે ડીસીબીએ ઝાલોદથી સુરત જતી બસમાંથી ઉતરેલા મનસુખ મેડા, પંકજ મેડા, શૈલેષ મનુ નિનામા (રહે, લીમખેડા)ને રૂા.29500 દારુ -બિયરના ટીન સાથે ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો