તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Two Arrested For Murder Of Mayank Taylor 5 Wanted Including Pandi Bandhu 073006

મયંક ટેલરની હત્યાના ગુનામાં બેની ધરપકડ : પંડ્યાબંધુ સહિત 5 વોન્ટેડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાબજારના નાકે પાનના ગલ્લા પાસે મયંક ટેલરની કરાયેલી હત્યામાં ચિરાગ પંડયા અને બંટી પંડયાને સાથ આપનારા 2 શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કારેલીબાગની ડેશ કોન્ટીનેન્ટલ હોટલમાં રોકાયેલા શખ્સોએ મંયક ટેલરની હત્યા કરી છે, જેથી પોલીસે હોટલમાં દરોડો પાડી તપાસ કરીં હોટલની રુમ ( નંબર 208) બુક કરાવનાર દિપક સોમા મકવાણા (રહે, રાંદલધામ સોસા.ન્યુ સમા) ે તેના ઘેરથી ઝડપી પાડયો હતો. દિપકની ઉંડી પુછતાછ કરાતા ઘટસ્ફોટ થયો હતો કે સમીર ઉર્ફે બંટી અશોક પંડયા તથા ચિરાગ અશોક પંડયા અને અમદાવાદથી આવેલા હિંમત ઉૅ્ફે બાટલો તથા અન્ય એક શખ્સ હોટલની તેની રુમમાં આવી ખાવા પીવાની પાર્ટી કરી હતી. ત્યારબાદ બંટી અને ચિરાગ પંડયાએ જુનો મિત્ર મયંક ટેલર બંટીની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખે છે અને નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાથી તેનો ફાયદો ઉઠાવે છે અને તેને પાઠ ભણાવવો પડશે તેવી વાત કરી પંડયા બંધુઓએ હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો. ચિરાગે તેના સાઢુ ભાઇ રાહુલ રાઠોડ (રહે, નવાબજાર, કાલપુરા)ને તેનો મોબાઇલ ફોન આપી મયંકની દિનચર્યાની માહિતી મેળવી તેને આપવાની વાત કરી હોવાનું દિપકે પોલીસને કહ્યું હતું.પોલીસે રાહુલ જગદીશ રાઠોડને પણ ઝડપી લીધો હતો. પોલીસે પંડયા બંધુઓ ,અમદાવાદનો હિંમત ઉર્ફે બાટલો સહિત 5 ને વોન્ટેડ જાહેર કર્યા હતા

રાહુલે લાઇન ક્લીયર હોવાની બાતમી આપી
ચિરાગે તેના સાઢુ રાહુલ રાઠોડને મયંકની દિનચર્યા પર નજર રાખવા જણાવ્યું હતું. હોટલની રુમમાં પંડયા બંધુઓ તથા દિપક, હિંમત બાટલો અને અમદાવાદનો શખ્સ હાજર હતા ત્યારે રાહુલે ફોન કરીને મયંક કનુકાકાની લારી પાસે એકલો આવ્યો છે અને લાઇન ક્લીયર છે તેમ જણાવ્યું હતું. જેથી પંડયા બંધુઓ તુરત જ રવાના થયા હતા.

ભુતડીઝાંપા નજીક હથિયારો પહોંચાડાયા
હોટેલની રુમમાંથી રવાના થયેલા પંડયા બંધુઓને ભુતડી ઝાંપા બસ સ્ટેન્ડ પાસે કાળી એકટિવા પર આવેલા શખ્સે તલવાર, ચપ્પુ અને લાકડાનો ફટકો આપ્યો હતો. ત્યારબાદ બંને રાહુલની બાતમી મુજબ મયંક પર હુમલો કર્યો હતો.

દિપક અને રાહુલનો ગુનાઇત ભૂતકાળ
પોલીસે જણાવ્યું હતું કે ફાયનાન્સ કંપનીમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતાં દીપક મકવાણા છાણી પોલીસમાં છેતરપીંડી અને ફતેગંજ પોલીસમાં મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે .રાહુલ સિટી પોલીસમાં ચોરીમાં પકડાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...