તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Trouble Filling In Online Form For A Degree Defect In The Server 040621

સર્વરમાં ખામી સર્જાતાં ડિગ્રી માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી માસમાં યોજાનાર કોન્વોકેશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવું પડે છે.ઓનલાઇન ફોર્મ ભરવા જતાં સર્વરની ખામીના પગલે એક ફોર્મ ભરવા વધુ સમય લાગે છે અથવા તો એકથી વધુ વખત પ્રક્રિયા કરીને ફોર્મ ભરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફેબ્રુઆરી માસમાં એમ.એસ.યુનિ.માં યોજાનાર કોન્વોકેશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.સર્વરની ખામીના કારણે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા એકથી વધુ વખત કરવી પડે છે અથવા તો એક ફોર્મ ભરવા માટે વધુ સમય લાગી રહ્યો છે.ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે ભરવાનું હોવાને કારણે વિદ્યાર્થીઓ પરેશાની અનુભવી રહ્યા છે.અગાઉ આ સંદર્ભે રજૂઆત પણ કરવામાં આવી છે.પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...