તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Tribune Arrest Of Rs 1200 From 353 Women Asking For Loan Of 1 Lakh 033542

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 લાખની લોન અાપવાનું કહી 353 મહિલાઓ પાસેથી રૂા.1200 પડાવનાર ત્રિપુટીની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાજપાઇ સરકારી લોન આપવાનું કહી શહેર-જિલ્લાની 353 મહિલાઓ પાસેથી રૂા. 1200ની ઉઘરાણી કરી ઠગાઇ કરનાર ત્રિપુટી પકડાઇ છે. બેંક ઓફિસરના સ્વાંગમાં ભેજાબાજ અંકોડિયા જતા સેવાસીના આગેવાન પોલીસને પહોંચી ગયા હતાં. તેમણે ભેજાબાજ અને એજન્ટ પાસે આઇ કાર્ડ માગતા તેણે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંનેને પકડી લીધા હતાં. તાલુુકા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કર્યા બાદ પૂછતાછમાં અન્ય એક સાગરિતની પણ ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભોગ બનેલી મહિલાઓનો આંક વધે તેવી શક્યતા છે.

ગોરવા નારાયણ નગરમાં રહેતો અને સુભાનપુરામાં સાંઇ કન્સલટન્ટના નામે ધંધો કરનાર જયરાજ વિષ્ણુ પટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો અધિકારી હોવાનું કહી શહેર અને ગ્રામીણ વિસ્તારની મહિલાઓને રૂા. 1 લાખની બાજપાઇ સરકારી લોન આપવાની લાલચ આપતો હતો. રૂા. 1 લાખની લોનમાંથી રૂા. 70 હજાર ભરવાના અને મહિને રૂા. 1400નો હપ્તો હોવાનું કહી મહિલાઓ પાસે લોનનું ફોર્મ ભરાવી તેમની પાસે રૂા. 1200 લેતો હતો તેમજ દોઢ મહિનામાં લોન મંજૂર થઇ જશે તેવો વિશ્વાસ આપતો હતો.

જયરાજનો ભાઇ જીગર પટેલ બેંક ઓફિસર હોવાના સ્વાંગમાં મહિલાઓને તેમની લોન પ્રોસેસમાં છે તેમ કહી ઠગાઇ કરતો હતો. આ ઉપરાંત રાયપુરાનો અમિત રમેશ પરમાર તેની સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો. આ ટોળકીએ સેવાસી, અંકોડિયા, હરિનગર, અટલાદરા, રાયપુરા, ભાયલી, સમતા, બોડેલી, સમા,વાસદ સહિતના વિસ્તારની 353 મહિલાઓ પાસે રૂા. 1200-1200ની ઉઘરાણી કરી હતી. આ ભેજાબાજ ટોળકીની કરતૂતોની જાણ થતાં સેવાસીના આગેવાન વિનુભાઇ પરમારે ડીએસપી તરુણકુમાર દુગ્ગલને માહિતગાર કરતાં તેમણે તાલુકા પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. દરમિયાન ભેજાબાજો બેંક ઓફિસર બની અંકોડિયા ગામે જતાં વિનુભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે જયરાજ સહિત ત્રિપુટીને પકડી લીધી હતી. સેવાસીના કમુબહેન ભરતભાઇએ 12 મહિલાઓ સાથે રૂા. 14400ની છેતરપિંડીની તાલુકા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે જયરાજ, જીગર અને અમિતની ધરપકડ કરી હતી.

ઠગાઇના લીધે રોષે ભરાયેલી મહિલાએ પોલીસ સ્ટેશન બહાર જયરાજને લાફો મારવાનો પ્રયાસ કર્યો
ગરીબ મહિલાઓને રૂા. 1 લાખની લોનનું સ્વપ્ન બતાવી રૂા. 1200 પડાવી લેનાર ભેજાબાજ ટોળકીની પોલીસે ધરપકડ કરતા મહિલાઓ મંગળવારે તાલુકા પોલીસ સ્ટેશને એકઠી થઇ હતી. મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન જયરાજ પટેલને લઇ પોલીસ જતી હતી ત્યારે રોષે ભરાયેલી એક મહિલાએ તેને લાફો મારવાનો પ્રયાસ કરી આક્રોશ ઠાલવ્યો હતો. જોકે, પોલીસે મહિલાને અટકાવી દીધી હતી.

ટોળકીએ મહિલાઓના નામે વાહન પણ ખરીદ્યાં
ત્રિપુટીએ મહિલાઓના રૂા. 1200 લઇ તેમના ડોક્યુમેન્ટનો પણ દુરુપયોગ કર્યો હતો.આા ટોળકીએ મહિલાઓના દસ્તાવેજથી વાહનો ખરીદ્યા હોવાની પણ પોલીસને વિગતો મળી છે. પ્રાથમિક તપાસમાં 2 વાહન મહિલાઓના નામે ખરીદાયેલા હોવાના દસ્તાવેજ મળતા આ દિશામાં પણ પોલીસે તપાસ કરી છે.

તમે ગ્રાહક બનાવો તો રૂા. 500 આપીશું
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો અધિકારી -બેંકના ઓફિસરના સ્વાંગમાં જયરાજ અને જીગરે રૂપિયા ઉઘરાવી દોઢ માસમાં લોન આપવા કહ્યું હતું. લોન નહિ મળતાં મહિલા રૂપિયા પરત લેવા જાય તો તમે ગ્રાહક બનાવી 1200 લઇ આવો તમને રૂા. 500 આપીશું તેવી લાલચ આપી હતી ડોક્યુમેન્ટ નહિ મળે તેવું કહેતા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો