તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Training To Needy Students I Am Not Helpless I Will Not Ask For Anything 073154

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાઇ, હું લાચાર નથી, કોઇની પાસે કંઇ માગીશ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા હાઇસ્કુલ અલકાપુરી ખાતે વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ઇએઆઇટી: ઇન્જિનિયસ ટુલ ટુ એજ્યુટીંગ ઇન્ડિયા વિશે ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોકમાં વક્તા તરીકે કલ્પના રચ્છ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ડેટાસ્ટ્રીમ, કેપીઆર કન્સલટન્સી, એજ્યુક્લબ અને ઉડાન સંસ્થા સાથે જોડાયેલા છે. જેમાં વર્ષ 2017-18માં ઉડાન સંસ્થા દ્વારા શહેરની પાંચ કોર્પોરેશન સ્કૂલનાં 1200 વિદ્યાર્થીઓ અને 2018-19માં 6 કોર્પોરેશન સ્કૂલનાં 1500 વિદ્યાર્થીઓને વિવિધ એક્ટીવિટી કરાવેલ છે.

પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી જોઇએ
કલ્પના રચ્છે ઉપસ્થિતો સાથે ચર્ચા વિચારણા કરી.

કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છ કપડાં પહેરવાનું શીખવાડાશે
છોકરાઓને ચાર વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવવામાં આવે છે. એટીટ્યુડ વધારવો જેમકે ગરીબ છોકરાઓના ઘરમાં માતા-પિતા હોય ઝુપડપટ્ટીમાં રહેતા હોય એ છોકરાઓ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરતાં હોય તેમને બધી વસ્તુ માંગવાની જેવીકે અમે ગરીબ છીએ, લાચાર છીએ તેવી આદત હોય છે. અમે વિદ્યાર્થીઓને કોઇની પાસે કંઇ માંગવું નહિ અને પોતે કેપેબલ છું હું મારી જાતે મારા પ્રોબ્લેમ સોલ્વ કરીશ તેમ શીખવીએ છીએ. તેમજ તેમને લેગ્વેજ વાંચતા- લખતા શીખવાડીશું. ત્યારબાદ છોકરાઓને ડીસ્પ્લીન, કપડાં સ્વચ્છ પહેરવા, જેવી વસ્તુઓ શીખવવામાં આવે છે.

આ ટોકમાં કલ્પના રચ્છે જણાવ્યું હતું કે, ઇએઆઇટી એજ્યુકેશનનું એવું ટુલ છેજેને વ્યવસ્થિત ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો ઇન્ડિયાને એજ્યુકેટ કરી શકાય. તેમજ આ પ્રોગ્રામ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. પ્રાયમરીનાં વિદ્યાર્થીઓને ટ્રેન કરવા જોઇએ. તે ઉપરાંત એડ્યુ ક્લબએ ઉડાન પ્રોજેક્ટ શરૂ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...