તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ, LRD જવાન રૂા. 400 લેતાં ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાફિક પોલીસના સયાજીગંજમાં આવેલ ટોંઇગ સ્ટેશનમાં વાહન છોડાવવા ગયેલા વ્યક્તિઓ પાસેથી ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીઓ પાવતી આપ્યા વગર 300થી 500 રુપીયા ઉઘરાવતા હોવાની ફરિયાદો મળતાં એસીબીએ મંગળવારે ડિકોય ગોઠવી હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીને 400 રુપીયા લેતાં ઝડપી લીધા હતા.

એસીબી સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેર ટ્રાફિક પોલીસના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ટોઇંગ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ટો કરાયેલા વાહનો રાખવામાં આવે છે. ટો કરાયેલા વાહનો છોડાવા કોઇ વ્યકતી જાય ત્યારે ફરજ પરના ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કોઇપણ પ્રકારની પાવતી આપ્યા વગર 300થી 500 રુપીયા લાંચ પેટે માંગવામાં આવે છે, તેવી ફરિયાદો એસીબીને મળી હતી, જેથી મદદનીશ નિયામક પી.એમ.પરમારના માર્ગદર્શન મુજબ પીઆઇ એસ.પી.કહારે મંગળવારે સાંજે પોણા પાંચ વાગે ડિકોયનું આયોજન કર્યું હતું. એસીબીએ ખાનગી વ્યક્તિને ડિકોયર તરીકે ટોઇંગ સ્ટેશન ખાતે પોતાનું વાહન છોડાવા મોકલ્યો હતો, જયાં હેડ કોન્સ્ટેબલ વિનુભાઈ ભીખાભાઇ ભોઇ (રહે, ઉકાજીનું વાડીયું)એ ડિકોયર પાસે 400 રુપીયાની માંગ કરી હતી અને ત્યાં હાજર એલઆરડી જવાન રીતેશ સોમાભાઈ બારીયા (રહે,યોગેશ્વર-2 સોસા. આજવા રોડ)ને આપવા જણાવ્યું હતું, જેથી ડિકોયરે 400 રુપીયા રીતેશને આપ્યા હતા અને એસીબીએ બંને પોલીસ કર્મીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો