તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોત્રી હોસ્પિટલના કેમ્પસમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના કેમ્પસમાં રખડતા કૂતરાઓનો છેલ્લા કેટલાક દિવસોથી ત્રાસ વધ્યો છે. કેમ્પસમાં 30થી 40 કૂતરાઓ રખડી રહ્યાં છે. એટલું જ નહીં દર્દીઓ અને પરિવારજનો પાછળ અને તેમના વાહનો પાછળ દોડીને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યાં છે. આ વિશે આસિસ્ટન્ટ હેલ્થ એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું કે, અમને આ ફરિયાદ મેન્ટેનન્સ વિભાગ તરફથી, મેડિકલ સ્ટાફ તરફથી પણ આવી છે. અમે પાલિકાને પણ તેની જાણ કરી છે. તેઓ એકાદવાર આવ્યા હતા પણ તેનાથી કોઇ ફેર પડ્યો નથી. ડોગબાઇટના બનાવો પણ ધ્યાને આવ્યાં છે.’ બીજી તરફ મેન્ટેનન્સ વિભાગના જણાવ્યા મુજબ કૂતરાઓ હોસ્પિટલ બિલ્ડિંગોમાં ઘૂસી જાય છે અને ફ્લોર પર સંખ્યાબંધ ઠેકાણે શૌચ કરીને ફ્લોર પર ગંદકી ફેલાવે છે.’

અન્ય સમાચારો પણ છે...