• Gujarati News
  • National
  • Vadodara News Today39s District Budget 20 Crore Works Will Be Submitted For 2020 21 075132

આજે જિ.પં.નું બજેટ : 2020-21 માટે 20 કરોડનાં કામો રજૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી ખાસ સામાન્ય સભામાં જિલ્લાનાં વિકાસ કામો માટે વર્ષ 2020-21નું રૂ.20.5 કરોડનું બજેટ રજૂ કરશે. ઉપરાંત 2019-20માં થયેલાં કામોના રૂ.30.80 કરોડના રિવાઇઝ બજેટને મંજૂર કરાશે. જોકે આ ખાસ સામાન્ય સભામાં ગ્રાંટની ફાળવણી તેમજ પહેલાંની સામાન્ય સભાની કામીગીરી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે તેવી સંભાવના છે.

બીજી તરફ ગ્રાંટની ફાળવણી અંગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માથાઝીક ચાલી રહી છે, તેવામાં ગ્રાંટનો ઉપયોગ ન કરાતાં જિલ્લામાં વિકાસનાં કામો પર બ્રેક વાગી છે. નવા બજેટમાં ગ્રાંટની ફાળવણીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે. કોંગ્રેસ વોકઆઉટ પણ કરે તેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નથી.

જિલ્લા પંચાયતની ખાસ સમાન્ય સભામાં 17 ડિસેમ્બર 2019ના રોજની સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવી, 2015-16 અને 2016-17ના એલએફ ઓડિટ અહેવાલના જવાબો મોકલવા, સ્ટેમ્પ ડ્યૂટીની બચત ગ્રાંટ પૈકી 30 ટકા રકમ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ફાળવવા, જિ. પંચાયતનું 2019-20નું સુધારેલું અને 2020-21નું અંદાજપત્ર રજૂ કરવું, સાંસદ રંજનબેન ભટ્ટને જિલ્લા પંચાયતમાં ચેમ્બર ફાળવવી,જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલે સુધારા-વધારાના ખર્ચની મંજૂરી, મકરપુરા-ધનિયાવી સબમર્સિબલ બ્રિજની મંજૂરી સહિતના કામો અંગે નિર્ણય લેવાશે.

19-20નાં કામોના 30.80 કરોડનું રિવાઇઝ બજેટ મંજૂર કરાશે

ખાસ સામાન્ય સભામાં ગ્રાન્ટ મુદ્દે તડાફડી થવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...