તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વકીલોને ડ્રો સિસ્ટમથી ટેબલની ફાળવણી કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાની પ્રક્રિયા શરૂ કરાઈં છે અને તેના ભાગ રૂપે આજે ચાર વાગે પ્રથમ ડ્રો રાખવામાં આવ્યો છે.

વકીલ મંડલના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વકીલો પાસેથી રૂા.10,000 સાથે અરજીઓ મંગાવવામાં આવતાં 371 વકીલોની અરજી આવી છે. આર.સી. કમીટી અને હાઇકોર્ટના નિર્ણય મુજબ ટેબલની ફાળવણી કરાશે.160 વકીલો 30 વર્ષ કરતાં વધુ સમયથી વકીલાત કરે છે તો 179 વકીલો 10 વર્ષ થી 30 વર્ષ અને 31 વકીલો 10 વર્ષ કરતાં ઓછા સમયથી વકીલાત કરી રહ્યાં છે એટલે તબક્કાવાર રીતે ટેબલોની ફાળવણી કરાશે. પ્રથમ તબક્કામાં 75 ટેબલોની ફાળવણી કરાશે જેમાં એ-41 નંબરમાં 25 સિનિયર મોસ્ટ વકીલોને ભોયતળીયાના ભાગે ટેબલની ફાળવણી કરાશે.વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલરના મેમ્બર નલીન પટેલે કહ્યું હતું કે, ડ્રો ડિસ્ટ્રીક્ટ જજના હાથે થવો જોઇએ અને ટેબલની ફાળવણીમાં સિનિયર વકીલોને પ્રાધાન્યતા આપવી જોઇએ.જો કોઇ સિનિયર વકીલોએ ફોર્મ ન ભર્યુ હોય તો પણ તેમને ટેબલની ફાળવણીમાં સમાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો