તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Today Jainacharya Karelibagh Will Celebrate The Transition At Jain Sangh 073644

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જૈનાચાર્ય કારેલીબાગ જૈન સંઘ ખાતે સંક્રાંતિ સંભળાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજ સાહેબ દ્વારા શનિવારના રોજ કારેલીબાગ જૈનસંઘ ખાતે સંક્રાંતિ સંભળાવવામાં આવશે. સંક્રાંતિ સાંભળવા માટે દેશભરમાંથી જૈનભક્તો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં 18 ગચ્છ છે, જેમાં વલ્લભસૂરિ સમુદાયના ગચ્છાધિપતિઓ પાસે જ સંક્રાંતિ સંભળાવવાની સત્તા હોય છે. જેથી વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ દેશમાં જ્યાં હોય ત્યાં સંક્રાંતિ સાંભળવા માટે જૈનભક્તો જતા હોય છે.

જૈન અગ્રણી દીપક શાહે વધુમાં જણાવ્યું હતું કે, વલ્લભસૂરિ મહારાજે સૂર્યનો બીજી રાશિમાં પ્રવેશ થાય ત્યારે મંગળવચનો અને આશીર્વાદ આપવા માટે સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું હતું. જે પ્રથા આજે પણ ચાલુ જ છે. માર્ચ મહિનામાં સૂર્યે મીન રાશિમાં પ્રવેશ કરતાં મીન સંક્રાંતિ અેટલે કે મીનારક ચાલુ થવાનાં છે ત્યારે આ મહિનાની સંક્રાંતિ ગચ્છાધિપતિ દ્વારા શનિવારના રોજ સવારે 7 વાગે કારેલીબાગ જૈન સંઘમાં સંભળાવવામાં આવશે. જે બાદ સવારે 9 કલાકે ગુરુ વલ્લભસૂરિ મહારાજ સાહેબની 150મી ઉજવણીના ભાગરૂપે શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક વિશાળ શોભાયાત્રા યોજાશે.

આ શોભાયાત્રા કારેલીબાગ જૈનસંઘથી નિકળશે. જેમાં દિલ્હી,રાજસ્થાન,પંજાબ,હરિયાણા,જમ્મુ, મહારાષ્ટ્ર અને બેંગલોરથી મોટી સંખ્યામાં આવેલા વલ્લભભક્તો જોડાશે.

સંક્રાંતિ સાંભળવા માટે દેશભરમાંથી ભક્તો ઊમટશે

વલ્લભગુરુની 150મી જયંતીની ઉજવણીમાં શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો