ઠંડીનું જોર ઘટતાં પારો 150 થયો આજે બેવડી ઋતુ અનુભવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે શહેરનું લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધારા સાથે 15.4 ડિગ્રી રહ્યું હતું અને મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી રહ્યું હતું. શહેરવાસીઓને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થયો હતો, ત્યાર બાદ અાખોય દિવસ ઠંડીથી અાંશિક રાહત અનુભવી હતી.

.મંગળવારે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધવામાં અાવ્યું હતું અને મોડી સાંજે હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા નોંધવામાં અાવ્યું હતું. મંગળવારે પશ્ચિમ તરફે ફૂકાતા પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક નોંધવામાં અાવી હતી. હવામાનશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, પરંતુ વડોદરાના તાપમાનમાં તેની ખાસ અસર વર્તાઇ નથી.

વહેલી સવારે અને રાતે ઠંડી, િદવસે ગરમી
અન્ય સમાચારો પણ છે...