તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથીખાનાની 3 દુકાનમાંથી તમાકુ-સિગારેટ મળ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાથીખાના માર્કેટની 3 દુકાનોમાંથી પોલીસે દરોડો પાડી અનઅધિકૃત સિગારેટ અને તમાકુનો 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીસીબીની ટીમે બાતમીના આધારે હાથીખાના માર્કેટમાં દિપ સાગર એન્ટરપ્રાઇઝ, શ્રીધનલક્ષ્મી ટ્રેડર્સ તથા વિજયલક્ષ્મી ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડતાં અનઅધિકૃત સિગારેટ, કાઠીયાવાડી સુપરમાવાના પેકેટ, તપકીર અને બીડીના પેકેટ, તમાકુ મિશ્રીત માવાના પેકેટ તથા કીમામની ડબ્બીઓ મળીને 339095 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે ગીરધારીભાઇ વાસુદેવ ભગનાની, નવીનચન્દ્ર વીરુમલ કેશવાણી અને પ્રેમકુમાર ઘનશ્યામદાસ મહેશ્વરી નામના વેપારીઓ સામે સિટી પોલીસસ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...