તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસનો સમય સાચવવા 12 ટ્રેન 5 થી 10 મિનિટ મોડી કરી દેવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

અમદાવાદ -મુંબઇ પહેલી ખાનગી ટ્રેન તેજસને સમયસર પહોંચાડવા માટે રેલવેઅે સાત મહિના અગાઉ રેલવેનું ટાઇમ ટેબલ બદલ્યું છે. જુલાઇ મહિનામાં બદલાતા ટાઇમ ટેબલને જાન્યુઅારીમાં બદલી નંખાયું છે.બદલાયેલા સમય મુજબ રેલવેની 12 ટ્રેન 5થી 10 મિનિટ મોડી કરવામાં અાવી છે. સમગ્ર રૂટ પર અને અન્ય સ્ટેશનથી ઉપડતી ટ્રેનો પણ પ્રભાવિત થઇ છે.

ખાનગી ટ્રેન તેજસ 17મીથી ઉદ્ઘાટન થયા બાદ 19મીથી રેગ્યુલર સમયે ચાલશે. અા ટ્રેનને ચલાવવા માટે અેક ડઝન જેટલી અેક્સપ્રેસ ટ્રેન બાધક બને છે. જે ટ્રેનનો સમય બદલવા રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેને પત્ર લખી ઉક્ત તમામ ટ્રેનનો સમય બદલવા સૂચના અપાઈ છે. અાઇઅારસીટીસી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 13 જાન્યુઅારીઅે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાશે. જોકે અા રન માત્ર અમદાવાદથી સુરત સુધી જ હશે. ટ્રાયલ રનમાં ટ્રેન હોસ્ટેસ, તેજસના ટી.સી. સહિત અન્ય સુવિધાઅો અંગે પણ ચકાસણી થશે. 13મીઅે અા ટ્રેન સવારે 9:35 વાગે અમદાવાદથી ઉપડશે. તેમજ 17મીઅે ઉદ્ઘાટન સમય 9:30નો છે. જ્યારે 19મીથી સવારે 6:35 વાગે ઉપડશે.

ટ્રેન મોડી પડશે તો ટિકિટ દીઠ Rs.250 વળતર અપાશે
જો તેજસ ટ્રેન સમયસર નહીં ચાલે તો મુસાફરોને કોમ્પન્સેશન અાપવાની જાહેરાત અાઇઅારસીટીસી દ્વારા કરાઇ છે. અેક કલાકથી વધુ ટ્રેન મોડી પડે તો અેક ટિકિટ દીઠ રૂ. 250 જેટલું વળતર અાપવાની વાત છે. ત્યારે અમદાવાદ-મુંબઇ રૂટ પર સાૈથી મોટી મુશ્કેલી સુરત રેલવે સ્ટેશન પર થાય તેમ છે અને તેજસને લૂપ લાઇન પર ઉભી રાખવી પડી શકે. સમગ્ર રૂટ પર અા ટ્રેનોનો નડિયાદ ,વડોદરા,ભરૂચ અને સુરત પણ સમય બદલાશે.

વડોદરાથી પસાર થતી આ ટ્રેનોનો સમય બદલાયો
ટ્રેન નામ હયાત સમય નવો સમય

અમદાવાદ -મદ્રાસ 9:29 9:49

બીકાનેર -સિકંદરા બાદ 9:43 10:00

જોધપુર -મદ્રાસ 9:43 10:10

શ્રીગંગાનગર -નાંદેડ 9:43 10:00

ગોરખપુર -બાન્દ્ર 9:51 9:55

22902 ઉદેપુર -બાન્દ્રા

19045 તાપ્તી ગંગા

19667 ઉદેપુર -મૈસુર

12959 ભુજ -દાદર અેક્સપ્રેસ

12996 ઉદેપુર - બાન્દ્રા

12980 જયપુર -બાન્દ્રા

12926 પશ્ચિમ અેક્સપ્રેસ

12955 નવજીવન અેક્સપ્રેસ

17038 બિકાનેર -સિકંદરાબાદ

22664 જોધપુર -ચેન્નઇ

17524 શ્રીગંગાનગર

કઇ ટ્રેનનો ટાઇમ બદલાયો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો