• Gujarati News
  • National
  • Vadodara News To Fight The Epidemic A Man From Every Village Had To Study Ayurveda His Wife Had To Undergo Nursing Training 071215

સયાજીરાવે મહામારી સામે લડવા દરેક ગામના એક પુરુષે આયુર્વેદ ભણવું, તેની પત્નીએ નર્સિંગની તાલીમ લેવી ફરજિયાત કરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારી માટે સયાજીરાવે 108 ધન્વંતરીની સ્થાપી હતી

સયાજીરાવે મહામારીની વ્યવસ્થા ઉભી કરી હતી. 108 ધન્વતરી બનાવી હતી. તાલુકાઓમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને 1885માં સયાજી હોસ્પિટલ બનાવી. ચોખ્ખાઇનું શિક્ષણ સ્કૂલમાં ફરજિયાત કર્યું. દરેક જગ્યાએ રિસર્ચ સેન્ટર શરૂ કર્યા. સયાજીરાવના અવસાન બાદ પ્રતાપસિંહરાવે મોબાઇલ મેડિકલ સર્વિસ શરૂ કરી.

મહામારીમાં સયાજીરાવ તમામનું મહેસુલ માફ કરતા

ચંદ્રશેખર પાટીલે કહ્યું હતું કે, મહામારીના સમયે મહેસુલ માફ કરી દેવાતું. દુષ્કાળમાં બધાની જમવાની વ્યવસ્થા કરાતી. રાબેતા મુજબનું જીવન ન થાય ત્યાં સુધી સેવા અપાતી. ટી.બીની મહામારીમાં નાની હોસ્પિટલ બનાવાઇ હતી. વિવિધ પ્રાંતમાં હોસ્પિટલો બંધાવાઇ હતી. દુષ્કાળ સમયે ફુડ સ્ટોરેજ બનાવાયા હતા જેથી અન્નનો બગાડ ન થાય.

પ્રાથમિક સારવાર માટે 47 હજાર બોય્ઝ-ગર્લ્સ હતાં

ગુજરાતનાં મોટા રાજાઓ સાથે મળીને એર સ્ટીકમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ પણ શરૂ કરી હતી. બરોડા સ્ટેટમાં 47 હજાર બોય્ઝ સ્કાઉટ અને ગર્લ્સ ગાઇડ્ઝને પ્રાથમિક સારવાર આપવા સક્ષમ કર્યા હતાં. પહેલા સાઇકલ એમ્બ્યુલન્સથી સેવા આપતા હતા. ત્યારે કોઇ કાર્ય અપાય તો ના નામનો શબ્દ ન હતો. તેમ જિતેન્દ્રસિંહ ગાયકવાડે જણાવ્યું હતું.

history of barodA
સિટી રિપોર્ટર . વડોદરા


મહારાજા સયાજીરાવના સમયમાં 1877માં કોલેરા અને ઘટતર્પની આફત આવી હતી. સ્ટેટમાં 1883થી 1885માં બાળાંતરોગમાં સયાજીરાવે તેમના પહેલા પત્ની ચીમનાબાઇને ખોયા હતા. તેમણે સયાજી હોસ્પિટલની સ્થાપના કરી હતી. 1887 અને ‌1892માં પ્લેગ, 1899માં છપ્પનિયો દુકાળ, 1906માં મલેરિયા, 1915માં ફ્લુ, 1920માં પ્લેગ અને 1927માં કોલેરા ફાટ્યો હતો. 1933માં વાઇરલ ફ્લુ આવ્યો હતો. દરેક ગામમાં આયુર્વેદ ભણેલા વ્યક્તિ અને તેમના પત્નિને નર્સની તાલીમ ફરજિયાત હતી.
અન્ય સમાચારો પણ છે...