• Gujarati News
  • National
  • Vadodara News Three Persons Stoned To Death On Ahmedabad Mumbai Double Decker Train 074042

અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેન પર પથ્થરમારો કરનાર ત્રણ શખ્સને કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા રેલવે ડિવિઝનના અંકલેશ્વર પાસે અાવેલા કોસાડ-ગોથાણ રેલવે સેક્શન પર અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર અેક્સપ્રેસ પર પથ્થરમારો કરીને ટ્રેનના કાચને નુકસાન પહોંચાડનાર ત્રણ વ્યક્તિઅોની ધરપકડ કરી છે. રેલવે મેજિસ્ટ્રેટે ત્રણેને અેક-અેક મહિનાની જેલની સજા ફટકારી છે.

બુધવારે સાંજે મુંબઇથી અમદાવાદ જઇ રહેલી અેસી ડબલ ડેકર અેક્સપ્રેસ કોસાડ સેક્સનમાં પહોંચતાંની સાથે ટ્રેનના સી-1 સી-2, સી-5 અને સી-9 કોચ પર પથ્થરમારો કરતા બારીના કાચ તૂટી ગયા હતા. પોલીસ તપાસમાં પથ્થરમારો કરનાર આરોપી બાબુ નાયક, ચિત્રસેન ડામોર અને પ્રકાશ બસેરા હોવાનું જણાયું હતું. ત્રણે શહેરના કોસાડ વિસ્તારમાં રહેનારા છે.મૂળ અોરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી યુવાનો દારૂ પીવાની ટેવવાળા છે અને દારૂ પીધા બાદ મઝા કરવા રેલવે લાઇન પર અાવી ટ્રેન પર પથ્થર માર્યા હતા.

દારૂ પીધા બાદ રેલવે લાઇન પર અાવી ટ્રેનની બારીના કાચ તોડી નાખ્યા હતા

_photocaption_બુધવારે ડબલ ડેકર ટ્રેન પર પથ્થરમારો કરી ટ્રેનની બારીના કાચ તોડ્યા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...