તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વે.રેલવેની ત્રણ પાર્સલ કાર્ગો અેકસપ્રેસ ટ્રેન આજથી શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને પગલે દેશમાં ટ્રાન્સપોર્ટેશનની તમાંમ વ્યવસ્થા ઠપ્પછે. ત્યારે રેલવે દ્વારા ગુડ્સ ટ્રેનના સંચાલન સાથે પાર્સલ કાર્ગો ટ્રેન પણ શરૂ કરી છે. જે 31મીને સોમવારે રાત્રે અમદાવાદથી ઉપડશે.અને બંગાળ જશે. લોકોને જરૂરીયાતની ચીજ વસ્તુની ખોટઉભી નથાય અને લોકોને ઇમર્જન્સી સેવાઅો મળી રહે તે માટે ખાસ સુવિધા ઉભી કરાઇ છે. વેસ્ટન રેલવે દ્વારા ત્રણ ટ્રેન ચલાવાશે. જે દેશના વિવિધ શહેરોમાં જશે. અા ટ્રેન ખાધ્ય તેલ , દૂઘ, શાકભાજી,ફ્રુટ,અનાજ,મસાલા , બીસ્કીટ,અનાજ,ગ્રોસરી,મેડીકલ ઇકવીપમેન્ટ , દવા અને ફરસાણ જેવી જીવન જરૂરી વસ્તુ લઇ જશે. અા ટ્રેનવડોદરા સ્ટેશને પણ અડધો કલાક ઉભી રહેશે.પહેલી પાર્સલ કાર્ગો અેકસપ્રેસ ટ્રેન અમદાવાદના કાકરીયાથી બંગાળના સંકરેલ સુધી જશે. કાકરીયાથી અા ટ્રેન 31 માર્ચે રાત્રે 12:45 વાગે ઉપડશે. જે મધ્ય રાત્રીઅે વડોદરા સ્ટેશને અાવી પહોચશે. અત્રે 30 મીનીટના વિરામ બાદ સામાન લોડ કરીને અાગળ રવાના થશે. જે 2 અેપ્રીલે રાત્રે 8 વાગે સકરેલ પહોંચશે.

કાર્ગો ટ્રેન વડોદરા મધ્યરાત્રી બાદ અાવશે

અન્ય સમાચારો પણ છે...