તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Though The Meaning Does Not Know The Meaning The Soul Of Bhajan Is Sung By 39vaishnavajan If39 041618

અર્થ ખબર નથી છતાં ભજનનો આત્મા પામીને ‘વૈષ્ણવજન તો’ ગાય છે હૈથમ રફી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15મી સદીમાં ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા ‘વૈષ્ણવજન તો’ લોકપ્રિય ભજન લખાયું હતું. જે હજુ પણ ભારત અને સમગ્ર વિશ્વમાં કલાકારો દ્વારા ગવાય છે. વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની આ વર્ષની આવૃત્તિમાં લોકોને હૈથમ રફીના પ્રિય ભજનની ઝાંખી મળશે.

વડોદરામાં પહેલી વખત ઓમાન હૈથમ રફી જાણીતા ગાયક 6ઠ્ઠી જાન્યુઆરી રવિવારના રોજ મેરેથોનની શરૂઆતમાં વૈષ્ણવજન ગાશે. હૈથમ રફી આનો અર્થ જાણ્યા વગર પણ લોકપ્રિય ભજનને સંપૂર્ણપણે ગાય છે.

હૈથમ રફીએ જણાવ્યું હતું કે, હું કોઇ પણ સંગીત વર્ગ અથવા યોગ્ય તાલીમ લેતો નથી. અને મારા પોતાના ગીતો કંપોઝ કરું છું. એક દિવસ મને ભજન ગાવા વિશે ભારતીય એમ્બસી તરફથી ફોન આવ્યો હતો. પરંતું મને લાગ્યું કે તે મારા માટે મુશ્કેલ હશે. જોકે ત્રણ દિવસ સતત અભ્યાસ કર્યા પછી હું ભજન ગાવાનું અને રેકોર્ડ કરવાનું પણ શીખી ગયો હતો. રફીએ કહ્યું હતું કે હું આ શબ્દો સમજી શકતો નથી પરંતું લોકપ્રિય ગુજરાતી ભજનની આત્માને પકડી શકું છું. મારા કેરિયરમાં બેન્કરથી લઇને સંગીતકાર સુધીની કારર્કિદીમાં યુટ્યુબના વિડિયો જોઇને ગાવાની પ્રેક્ટીસ કરતો હતો અને હજી પણ કરું છું અને હવે બોલીવુડમાં પ્રવેશ મળે એની રાહ જોઇ રહ્યો છું. ભારતીય રિયાલીટી શો મારા માટે એક શાળા હતી. તેમ મેરેથોન અને ફરમાઇશ ક્લબ અંતર્ગત પોતાની કળા પ્રસ્તુત કરવા માટે આવેલા ઓમાનના હૈથમ રફીએ વડોદરા ખાતે પત્રકારોને સંબોધતાં માહિતી આપી હતી.

Guest Celebrity

હૈથમ રફી

અન્ય સમાચારો પણ છે...