તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News This Modus Operandi Is The Same Decide To See The Slaughter Of The Weapon Don39t You Chase It 080057

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ મોડસ ઓપરેન્ડી તો એની જ છે નક્કી, હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ મોડસઓપરેન્ડી તો એની જ છે નક્કી,

હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

વિવેક કાણે‘સહજ’

મૂકી દે ને સ્પર્ધા હવે મારી સાથે,

તું જ્યાંથી પતે છે હું ત્યાંથી શરૂ છું

સૌરભ પંડ્યા

વાગે જો દ્વશ્ય આંખમાં તો લોહી નીકળે,

એ દ્રશ્યમાંથી નીકળું હું, કોઇ નીકળે.

અક્ષય દવે

સૌપ્રથમ તો ચિત્રમાં અંધાર દોરો,

ને પછી ધારો કશો આકાર લગભગ.

વનરાજસિંહ સોલંકી

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,

તણખો નિમિત્ત સાચું કામ છે હવાનું.

મકરંદ મુસળે

કેવળ દવાથી રોગ અમારો નહીં મટે,

સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.

અદમ ટંકારવી

સવારે સવારે નવી થઇ ઉઠું છું,

જુના છોડ પર ફુલ થઇ ને ખિલું છું.

રોશની પટેલ

‘‘નાશાદ’’ રાત એક કયામત સમી રહી,

ઘરનાં તમામ લોક તો ઊંઘી ગયા હતા.

ગુલામ અબ્બાસ‘નાશાદ’

નસ નસમાં એવી વ્યાપી ગઇ છે મજબૂરી કે પૂછો ના,

કોઠા પર જઇ એ નાચે ના તો ઝાંઝર લોહી પીવે છે.

કૌશિક પરમાર ‘ઉસ્તાદ’

કમાટીબાગ ખાતેના એમ્ફિ થિયેટર ખાતે મોટી જનમેદનીની હાજરીમાં કવિઓએ કવિતા પ્રસ્તુત કરી

કવિ સંમેલનમાં માણવાલાયક પંક્તિઓ
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું? તું દિલ આપી દે પાછું, આ બધુ આપણને નહીં ફાવે.

જનાબ ખલીલ ધનતેજવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો