તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News This Election Is Delhi39s Election Not The Street Devendra Fadnavis 074020

આ ચૂૂંટણી દિલ્હીની ચૂંટણી છે, ગલીની નથી: દેવેન્દ્ર ફડણવીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની આ ચૂંટણી દિલ્હીની ચૂંટણી છે, દેશની સુરક્ષા કોના હાથમાં સલામત છે તેના માટેની છે, નહીં કે ગલીની ચૂંટણી છે તેવી ટકોર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વડોદરામાં કરી હતી.

વડોદરામાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ જાહેર સભાને સંબોધન કરતાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,વડોદરા ના રાજા સયાજીરાવ ગાયકવાડ ને લીધે ડો બાબા સાહેબ આંબેડકર ઉચ્ચ શિક્ષણ મેળવી શકયા હતા અને દેશનું બંધારણ પણ ઘડી શક્યા હતા.

કોંગ્રેસ પરિવારને આડે હાથ લીધા અને જણાવ્યું હતું કે ચાર પેઢી એ દેશની ગરીબીની વાતો કરી છે. ગરીબી હટાવવા માટે કોઈ નક્કર કામો કર્યા નથી. જ્યારે બીજેપીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગરીબો માટે ઘણી યોજનાઓ અમલમાં લાવ્યા છે અને તેનો સીધો ફાયદો ગરીબો ને થયો છે, અને સબસીડી તેમના ખાતામા જમા થાય છે. વચેટીયા ને ખતમ કરી દીધા છે..

મોદી સરકારે નવા ભારતની કલ્પના સાકાર કરી છે તેવો દાવો કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશ ને સુરક્ષિત રાખવા માટે કઠોર નિર્ણય લીધા છે. વિશ્વમા ભારતને ગૌરવ અપાવ્યું છે. વર્ષ 2014 પછી ભારતમા આતંકવાદની સામે કામગીરી શરૂ કરવામાં આવી. સર્જીકલ સ્ટ્રાઇક કરી ને આતંકીનો ખાતમો બોલાવ્યો હતો. સરકાર પાસે એર સ્ટ્રાઇક અંગે પુરાવા માંગતા કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, એર સ્ટ્રાઇક કરે ત્યારે કોગ્રેસ ના નેતા ને મિસાઈલની આગળ બાંધી ને લઈ જવા જોઈએ જેથી સબુતોના માગે.

તેમણે રાહુલ ગાંધીની સ્પીચ મનોરંજન માટેની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપવાની છે તેવી પણ નૂકચેતીની કરી હતી. વધુમાં, તેમણે કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરાયેલા 72 હજાર રૂપિયા આપવાના વચનને એક મુરઘી ચાર ઇંડા આપે અને તે 640 થાય ત્યારે 1 લાખ રૂપિયાનુ દેવુ ચૂકવવાની વાર્તા સાથે સરખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...