તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ત્રીજો કોરોના કેસ, 24 ક્વોરન્ટાઈન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના સંક્રમણને ખાળવા માટે તંત્ર દોડધામ કરી રહ્યુ છે ત્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશથી પ્રવાસ ખેડીને પરત ફરનારાં નાગિરકોને શોધવા માટે કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને પણ તેની માહિતી પૂરી પાડવી હોય તો પાલિકાના ટોલ ફ્રી નંબર કે નિર્માલ્યમ્ નંબર પર આપી શકે તેવી વ્યવસ્થા અમલી કરવામાં આવી છે.

પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એવા શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને વડોદરા મોકલાયા છે.ડો.વિનોદ રાવે પાલિકાના અધિકારીઓની તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠકો કરી હતી. જેમાં, પ્રથમ તબક્કામાં, છેલ્લાં ત્રણ અઠવાડિયામાં વિદેશનો પ્રવાસ ખેડી ચૂક્યાં હોય તેવાં તમામ નાગરિકોની માહિતી એકઠી કરવા સૂચના આપી હતી અને તેના માટે ડોર ટુ ડોર કેમ્પેઇન કરવાનો તખ્તો ઘડી નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ મામલે નાગરિકો પાસેથી પણ માહિતી મળી રહે તે માટે પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265નો ઉપયોગ કરવા તેમજ સફાઇ માટેના નિર્માલ્યમ્ નંબર 9913166666 પર પણ નાગરિકો માહિતી આપી શકશે.

વધુ 6 શંકાસ્પદ કેસ સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ, હજી પોઝિટિવનો આંક વધશે

સિટી રિપોર્ટર| વડોદરા

વડોદરામાં ગત 24 કલાકમાં જ ત્રણ-ત્રણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસો જાહેર થતાં લોકોમાં ફફડાટ વધ્યો છે અને સાથે જ તંત્રની દોડધામ અને ચિંતા વધ્યા છે. તો બીજી તરફ શ્રીલંકાના પ્રવાસેથી પરત આવેલા બે વડોદરાવાસીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હોવાથી બાકીના 12ને પણ તંત્ર દ્વારા શોધીને એસએસજી સિવાયની જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. જે 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર થયા છે તેમને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓને અેસએસજીના આઇસોલેશન વોર્ડમાં તબીબોની ચાંપતી નજર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત શનિવારે વધુ 160 લોકોનું કોરોના વાઇરસ માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જોકે 6 શંકાસ્પદ દર્દીઅોના રિપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી છે.

બીજી તરફ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ શનિવારે સવારે જ એસએસજીમાં કોરોના આઇસોલેશન વોર્ડની મુલાકાતે આવ્યાં હતા અને તેમણે કોરોના ના રોગચાળાના સંદર્ભમાં નિદાન અને સારવારની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. એટલું જ નહીં આ મુલાકાત દરમિયાન તેમણે લોકોના હિતમાં બિન અધિકૃત હોય એવી કોઈપણ વ્યક્તિ આઇસોલેશન વોર્ડમાં પ્રવેશે નહીં તેની કાળજી લેવાની તાકીદ કરવાની સાથે આઇસોલેશન વોર્ડની ચારે તરફ સલામત અંતરે સુરક્ષા ઘેરો રાખવા અને ફેન્સિંગ કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકારે મૂકેલા ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ,જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને એસ.એસ.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાજીવ દેવેશ્ચરે તેમને વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.

ભાગીદારને ઘરે ગયા હોવાથી ત્યાં પણ સેનિટાઇઝિંગ કરાયું

સિટી રિપોર્ટર | વડોદરા

નિઝામપુરાની ભવાનીપુરા સોસાયટી-2માં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બિલ્ડર પણ શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જયાંથી 14મીએ પરત આવ્યા બાદ તેમની તબિયત કથળતા તેમને 18મીએ એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પોઝિટિવ કેસના પગલે ભવાનીપુરા સોસાયટીમાં પણ સૂનકાર ફેલાઇ ગયો છે. જોકે લોકોએ સાવચેતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે.

બિલ્ડર સાથે તેમના પત્ની પણ શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જોકે તેમનો રિપોર્ટ હજી આવવાનો બાકી હોવાનું જાણવા મળે છે. બિલ્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પાલિકાની સફાઇ ટીમે સવારે જ ભવાનીપુરા પહોંચી ગઇ હતી અને સઘન સાફસફાઇ, ફોગિંગ અને ડીડીટી પાઉડરનો છંટકાવ કર્યો હતો. જ્યારે બિલ્ડરનું ઘર બંધ હોવાથી કંપાઉન્ડ વોલની આસપાસ ફોગિંગ કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ રસિકભાઇ પટેલે જણાવ્યું કે, ‘ અમે કોરોના ઇન્ફેકશન ન ફેલાય તે માટે સાવચેતી રાખી રહ્યાં છીએ. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છીએ.’ કોરોનાગ્રસ્ત બિલ્ડર છાણી સ્થિત તેમના એક ભાગીદાર બિલ્ડરના ઘરે પણ ગયા હતા. તેથી તેની જાણ થતાં જ છાણીમાં ભાગીદારને ત્યાં પણ ફોગિંગ અને સફાઇ તથા પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે તેમની પત્ની ભયમુકત છે.

તાંદલજામાં સેનિટાઇઝિંગના નામે ફોગિંગ અને દવાનો છંટકાવ

સિટી રિપોર્ટર | વડોદરા

શ્રીલંકા પ્રવાસેથી પરત ફર્યા બાદ તાંદળજાની ગુલાબવાટિકાની 62 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાલિકાની ટીમે આવીને ફોગિંગ તો કરી દીધું પણ સોસાયટીના લોકોની તપાસ માટે કોઇ મેડિકલ ટીમ પહોંચી નથી. એમ ગુલાબવાટિકા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું. ખાસ કરીને કોરોનાગ્રસ્ત વૃદ્ધાની મકાનની આસપાસના લોકોએ આ ચિંતા વ્યક્ત કરી હતી. મેડિકલ ટીમ સાધનો સાથે આવે અને સાફ સફાઇ કે ફોગિંગ માત્ર કોરોના પોઝિટિવના ઘરે જ કરવું પૂરતું નથી પણ આસપાસના ઘરોમાં પણ કરવું જોઇએ.

વૃદ્ધાના પાડોશી સુરેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘ મારા ઘરે મારા મમ્મી-પપ્પાની વય અનુક્રમે 99 વર્ષ અને 94 વર્ષની છે. આ ઉપરાંત નાના છોકરાઓ પણ પાડોશમાં છે. આ હાલતમાં અમને ચિંતા થાય તે સ્વાભાવિક છે. પાલિકાની કોઇ મેડિકલ ટીમ હજી સુધી અમારી સોસાયટીમાં આવી નથી.’ રહીશોએ જણાવ્યું કે, વૃદ્ધા તેમનું ગ્રૂપ 14મીએ પરત આવ્યા બાદ તેમની તબિયત 15મીએ જ કથળવાની શરૂ થઇ ગઇ હતી. છતાં 16-17 સુધી તેઓ ઘરે જ રહ્યાં હતા. અમને 18મીએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા પણ શુક્રવારે બપોરે એવી જાણ થઇ કે, તેઓ એસએસજીમાં છે.’ ત્યારબાદ સોસાયટીમાં યુદ્ધના ઘોરણે રહીશોએ પાલિકા પાસે સફાઇ કરાવી હતી. એટલું જ નહીં ફોગિંગ અને ડીડીટી પાઉડર છંટાવ્યા હતા. આ વૃદ્ધા અને વૃદ્ધાના આસપાસના પાંચેક ઘરોમાં કામ કરતી કામવાળા બાઇને પણ ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવી છે.

કોરોના અપડેટ

અારટીઅો આગામી 29 તારીખ સુધી બંધ, માત્ર ફેસલેસ કામગીરી થશે

સરકારે તમામ 36 અારટીઅો કચેરી નાગરિકો માટે બંધ કરવાનો અાદેશ કર્યો છે. વડોદરા અારટીઅોના ઇ. અારટીઅો અે.અેમ. પટેલ દ્વારા જણાવ્યા મુજબ અારટીઅોમાં કર્મચારીઅો અાવશે, પરંતુ તકેદારી માટે નાગરિકો પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. 29મી સુધી ફેસલેસ કામગીરી થશે સાથે બીઅેસ-4નાં વાહનોનું રજિસ્ટ્રેશન થશે.

શ્રીલંકાની ટૂરથી અાવેલાં 12 પૈકી 2 પોઝિટિવ, અન્ય 10માં ફફડાટ

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરમાંથી શ્રીલંકાની ટૂર પર ગયેલાં છ દંપતીઅો પૈકી 2 વ્યક્તિના કોરોના પોઝિટિવ અાવ્યા છે. જેને લઇને તેમની સાથેની 10 વ્યક્તિઅોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રવાસીઅો તો ઠીક, તેમના સ્વજનો અને સોસાયટીનાં રહીશોમાં પણ ચેપ લાગવાનો ડર ફેલાયો છે.

શહેરમાંથી તાજેતરમાં છ દંપતીઅો શ્રીલંકાની ટૂર પર ગયાં હતાં. જ્યાંથી તેઅો 14મી માર્ચે પરત અાવ્યાં હતાં. અા 12 વ્યક્તિઅો પૈકી 2ની તબિયત લથડ્યા બાદ અેસઅેસજીમાં ચકાસણી કરાવાતાં કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં. જેને પગલે નમૂના લઇને રિપોર્ટ કરાવતાં તાંદલજાની 62 વર્ષીય વૃદ્વા અને નિઝામપુરાના 52 વર્ષીય અાધેડનો રિપોર્ટ પોઝિટિવ અાવ્યો હતો. વી ગઇ હતી. અા રહીશોની અડોશપડોશનાં લોકોને પણ શ્રીલંકાથી પરત અાવ્યાની જાણ હોવાથી તેઅોમાંં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રો મુજબ અા પ્રવાસીઅો પૈકી મેડિકલ ચેકઅપ કરાવીને પરત ફરેલાં લોકો રિપોર્ટ શું અાવ્યો છે તેને લઇને ચૂપકીદી સેવી રહ્યાં છે. જેને કારણે અાસપાસનાં રહીશોમાં ચિંતા સાથે અસમંજસ પ્રર્વતી રહી છે.

બેગ પર ફ્લાઇટની ટેગ જોતાં મહિલાને સ્ટેશનથી સીધી SSGમાં મોકલાઈ

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન ખાતે જમ્મુ-બાન્દ્રા ટ્રેનમાંથી ઊતરેલી 59 વર્ષીય મહિલા પાસે ફ્લાઇટના ટેગવાળી બેગ હોવાને પગલે અારપીઅેફ દ્વારા મહિલાને અટકાવી તપાસ કરાવવા મોકલી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇસ્ટ દિલ્હીમાં રહેતાં 59 વર્ષીય મહિલા વડોદરામાં નિઝામપુરા ખાતે રહેતી પોતાની બીજી પુત્રી પાસે રહેવા માટે શનિવારે સવારે પ્લેટફોર્મ નંબર બે પર અાવેલી જમ્મુ-બાન્દ્રા ટ્રેનના બી-2 કોચમાં મુસાફરી કરીને ઊતરતાં રેલવે અેક્શનમાં અાવ્યું હતું. રેલવે દ્વારા ટ્રેનના અા કોચને સાફ કરાવવામાં અાવ્યો હતો, ત્યાર બાદ મહિલાને અત્રે કોરોના અંગે ચેકિંગ કરાવવા સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી.

સંક્રમિતોના સંપર્કમાં આવેલા 40 થી વધુ લોકોની શોધખોળ

સિટી રિપોર્ટર.વડોદરા

કોરોના વાઇરસ સામે તંત્ર દ્વારા તૈયારીઓ વધુ સઘન બનાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝીટીવ કેસો સામે અાવતા શહેરવાસીઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. કોરોના પોઝીટીવ કેસ સામે અાવતાની સાથે વહીવટી તંત્ર દ્વારા તેમના સંપર્કમાં અાવ્યા હોય તેવા 40થી વધુ વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

સ્પેનથી અાવેલા પ્રથમ પોઝીટીવ વ્યક્તિ બેંક તથા શહેરના ખાનગી હોસ્પીટલમાં વિઝીટ કરી અાવ્યો હતો. વાતની જાણ બેંક કર્મચારીઓને થતા મોટી સંખ્યામાં કર્મચારીઓ થર્મલ સ્ક્રિનીંગ માટે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા. જ્યારે ખાનગી હોસ્પીટલના ડોક્ટના સ્ક્રિનીંગ અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી. શુક્રવારે સાંજે કોરોના વાઇરસનો બીજો પોઝીટીવ કેસ સામે અાવ્યો હતો.

બીજા પોઝીટીવ કેસના વ્યકિતના સંપર્કમાં અાવેલા 12 જેટલા લોકોને ક્વોરન્ટાઇનમાં મુકવામાં અાવ્યા હતા. ત્રીજા કેસમાં કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં અાવેલા
લોકોની ભાળ મેળવવા માટે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. ત્રણે વ્યક્તિઓના સંપર્કમાં 40 થી વધુ લોકો તંત્રની પકડથી બહાર હોવાનું મનાઇ રહ્યું છે. કોરોના પોઝીટીવ વ્યક્તિની સાથે સાથે તેમના સંપર્કમાં અાવેલા લોકોનું પણ સ્ક્રિનીંગ કરવું જરૂરી છે.

ફ્લૂ ટેસ્ટ માટે બીજી વિન્ડો શરૂ કરાઈ

એસ.એસ.જી હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ડ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, માર્ચમાં દર્દીઓની સંખ્યા 80 જેટલી થવા પામી છે. જેને કારણે ફ્લૂ માટે તપાસ કરાવનારાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જેથી સરળતા માટે બીજી વિન્ડો શરૂ કરવામાં આવી છે.

હોમ ક્વોરન્ટાઇન ઃ હાઉસિંંગનાં ખાલી મકાનો વોર્ડમાં ફેરવાશે

સિટી રિપોર્ટર| વડોદરા

સયાજી હોસ્પિટલની મુલાકાતે અાવેલા નાયબ મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો છે અને સદનસીબે કોઈને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી નથી. રાજ્યના દવાખાનાઓમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર છે અને નવા ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં વિદેશ પ્રવાસ થી આવતા હોય એવા લોકોને કોરોના ના લક્ષણ આધારિત તપાસ એરપોર્ટ પર કરવાની તકેદારી લેવાઈ રહી છે અને 90 ટકા કરતા વધુ લોકો નેગેટિવ અાવ્યા હતા.સરકારી અને ખાનગી મળીને 126 પથારીની આઇસોલેસન વ્યવસ્થા છે અને વાઘોડિયા નજીક આવેલી મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલો ને જરૂર પડ્યે ઉપયોગમાં લઇ શકાય એવી વ્યવસ્થા રાખવા તાકીદ કરવામાં અાવી છે. જરૂર પડ્યે સરકારી હાઉસિંગ પ્રોજેક્ટના ખાલી મકાનોનો વોર્ડ બનાવવા ઉપયોગ કરવા સૂચન નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું.

24 કલાકમાં જ વધુ એક પોઝિટિવ કેસ, શ્રીલંકાના પ્રવાસેથી પરત આવેલા 12 સહિત 13ને SSG સિવાયની જગ્યાઅે ક્વોરન્ટાઇન કરાયાં

18

સાવધાન
વડોદરા


તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)અાજનું અનુમાન

મહતમ લઘુતમ(મહતમ)

અમદાવાદ 34.8 19.837.0

વડોદરા 34.0 21.035.4

સુરત 31.2 23.231.9

ભુજ 35.0 18.037.2

શનિવારે એક જ િદવસમાં 160 લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરાયું આઇસોલેશન વોર્ડમાં પ્રવેશ પર પાબંદીની તાકીદ કરાઇ

મધ્યપ્રદેશ|છત્તીસગઢ઼|રાજસ્થાન|નવી િદલ્હીપંજાબ|ચંદીગઢ઼|હરિયાણા|હિમાચલ પ્રદેશ| ઝારખંડ|બિહાર ગુજરાત|મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર

શુક્રવારે મકરપુરામાં પોઝિટિવ કેસ મળ્યા બાદ પાલિકા દ્વારા સેનિટાઇઝિંગ કરાયું હતું જો કે બીજો કેસ તાંદલજામાં મળી આવ્યા બાદ બીજા િદવસે શનિવારે સાફ સફાઇ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી કરાઇ હતી

દૈિનક ભાસ્કર

સમૂહ

મોડી રાતથી જ પાલિકાની ટીમે સફાઇ ચાલુ કરાવી દીધી

ભવાનીપુરા સોસાયટી-2માં કોરોનાનો સંક્રમિત રહેતો હોવાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર સહિત તંત્ર સોસાયટીમાં લોકોને સમજાવવા અને પ્રાથમિક સફાઇ માટે દોડી ગયું હતું. સવારથી જ ફરીવાર સોસાયટી જ નહીં સમગ્ર વિસ્તારમાં સફાઇ અને ડીડીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

સંક્રમિત મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

એસએસજી હોસ્પિટલમાં હાલમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાની સારવાર ચાલી રહી છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ વૃદ્ધાની તબિયત સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે. તેમની સાથે તેમના પતિ પણ ગયા હતા. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં ઘરે મોકલી દેવાયા હતા.

નિઝામપુરાના બિલ્ડર 14મીએ પરત આવ્યા, 18મીએ તપાસ કરાવી

3 ભાષાઅો | 12 રાજ્ય 65 સંસ્કરણ

દંપતી બીમાર થતાં 2 દિવસ ઘરે રહ્યું, ત્રીજા િદવસે SSGમાં ગયાં

સયાજી હોિસ્પટલની મુલાકાત લેતાં પૂર્વે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મોઢા પર માસ્ક બાંધવાની તકેદારી લીધી હતી.

અનગઢના પરિવારને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના

અનગઢ પંચાયત દ્વારા તાજેતરમાં વિદેશથી પરત ફરેલા યુવાન તથા તેના પરિવારને 14 દિવસ સુધી તકેદારીના ભાગરૂપે ક્વોરન્ટાઇનમાં રહેવા જણાવ્યું હતું. સરપંચ રાજુ ગોહિલે જણાવ્યું કે, અાજે સવારે વિદેશથી અાવેલા યુવકની વિગત અાવી હતી. તેમને જરૂરી તબીબી માર્ગદર્શન અને સહાય પણ અાપવામાં અાવ્યા હતા.

યુનિ. હોસ્ટેલમાં 666 વિદ્યાર્થીઓને હોસ્ટેલ કોરોન્ટાઇન કરાયાં

યુનિ. બોયઝ-ગર્લ્સ હોસ્ટેલમાં 666 વિદ્યાર્થીને હોસ્ટેલ કોરોન્ટાઇન કરાયાં છે. આ તમામ વિદ્યાર્થી ગુજરાત બહારનાં છે અને વતન ગયાં નથી. વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવાનો આદેશ કરાયો છે. ઓન લાઇન ફૂડ ડિલિવરી પર પણ બેન મૂકાયો છે. હોસ્ટેલમાં મેસ ચાલુ રખાઈ છે. જે તે હોલના વોર્ડન વિદ્યાર્થીઓનું ધ્યાન રાખશે.

અેર લાઇન્સમાં બે મહિના સુધી મુસાફરીનો સમય બદલાવી શકશે

અેર લાઇન્સમાં હાલ મુસાફરી કરવાનું લોકો ટાળી રહ્યાં છે. ટિકિટો રદ કરાવે છે ત્યારે રિફંડનો પ્રશ્ન ઊભો થયો છે. અેર ઇન્ડિયા દ્વારા મુસાફરીના 48 કલાક પહેલાં જાણ કરી ટિકિટનો દિવસ બદલવા સુવિધા અપાઈ છે. જે નવો દર હશે તે મુજબ ડિફરન્સ અાપવાનો રહેશે. જ્યારે ઇન્ડિગો દ્વારા 72 કલાક પહેલાં જાણ કરવાથી ટિકિટ બદલવાની સુવિધા અપાઈ છે. મે સુધીની તારીખ લઇ શકશે.

સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી વિભાગે 100 લિટર સેનિટાઇઝર તૈયાર કર્યું

સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી વિભાગે 100 લિટર હેન્ડ સેનિટાઇઝર તૈયાર કર્યું છે. જેમાંથી 1000 બોટલ બનાવાશે. જે હેડ ઓફિસ ખાતેથી યુનિવર્સિટી સ્ટાફને ફ્રીમાં વિતરિત કરાશે. કેમિસ્ટ્રી વિભાગનાં હેડ પ્રો.અંજલિ પટેલની આગેવાનીમાં પીએચડીના વિદ્યાર્થીઓ જય પટેલ, રાજેશ સદાશીવન સહિતના સ્ટાફે સેનિટાઇઝર તૈયાર કર્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં વિદેશપ્રવાસ ખેડનારાં લોકોને શોધવાનું શરૂ

ડો.વિનોદ રાવે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી, 700 કર્મચારી તૈનાત

વડોદરા, રવિવાર, 22 માર્ચ, 2020

પાલિકા પદાધિકારીના ઉત્તરના સીમાડે આવેલા પ્લોટમાં બુકિંગ ધરાર યથાવત્

કોરોના વાઇરસના કારણે જાહેર મેળાવડા બંધ કરવા પાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, પણ પાલિકાના ભાજપના જ એક પદાધિકારીના ઉત્તરના સીમાડે આવેલા પ્લોટમાં બુકિંગ યથાવત્ જ રહ્યાં હોવાની વિગત પ્રકાશમાં આવી છે. શાસકોએ આ પદાધિકારીને બુકિંગ રદ કરાવવા માટે કહેણ મોકલવાની તસ્દી પણ લીધી ન હતી.

_photocaption_શ્રીલંકાથી શહેરની 12 વ્યક્તિઓનું ગ્રૂપ 14એ પરત આવ્યું હતું .*photocaption*

પ્રવાસીઅોનાં પડોશીઅો પણ ચેપના ડરે ચિંતિત બન્યાં


ત્રીજા દર્દીના સંર્પકમાં આવેલાં લોકોની તપાસ

નાયબ મુખ્યમંત્રીએ SSGની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી

સરકારી હોસ્પિટલોમાં નવાં વેન્ટિલેટરો ખરીદાઇ રહ્યાં છે
અન્ય સમાચારો પણ છે...