તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News There Will Be An Over Bridge From The Court Quarters To Atladara 075505

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરબાર ચોકડીથી અટલાદરા સુધીનો ઓવર બ્રિજ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં વધુ એક રેલ્વે ઓવર બ્રિજ બનાવવા માટેનું આયોજન વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. માંજલપુર દરબાર ચોકડી થી અટલાદરા સુધી મુંબઇ -અમદાવાદ રેલ્વે લાઇન પર 55 થી 60 કરોડ રૂપિયાના ખર્ચે રેલ્વે ઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવશે. માંજલપુરમાં અગાઉ બનાવવામાં આવેલા વિશ્વામિત્રીના બ્રિજની આગળ જતાં જ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. નવા બનનારા રેલ્વે ફલાય ઓવર માટેનો તમામ ખર્ચો રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હાલમાં શહેરમાં રેલ્વે લાઇન પર નવાયાર્ડ થી ગોરવા બ્રિજ,પોલીટેકનીક બ્રિજ, અકોટા - દાંડિયા બજાર બ્રિજ,વિશ્વામિત્રી બ્રિજ,જેતલપુર બ્રિજ,વડસર ઓવર બ્રિજ આવેલા છે હવે રેલ્વે લાઇન પર નવો બ્રિજ ઉમેરાશે.

તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે

રૂા. 55 કરોડના ખર્ચે પાલિકા દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો